તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે:કોરોનાકાળમાં હોટલોને 2 હજાર કરોડનું નુકસાન એક વર્ષમાં હોમ કિચન 10થી વધીને 300 થઈ ગયા

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે લોકો હેલ્ધી ફૂડ તરફ વળ્યા હોવાથી હોમ કિચન વધ્યા

કોરોનાને કારણે હોટલોને અંદાજે 2 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જો કે બીજી બાજુ માત્ર એક જ વર્ષમાં હોમ કિચન બિઝનેસની સંખ્યા 10થી વધી 300 થઇ ગઈ છે.કોરોનાને કારણે શહેરની હોટલ ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેના ઓપ્શનમાં હોમ કિચનનો ટ્રેન્ડ વધતા એક જ વર્ષમાં હોમ કિચન પર આધારિત બિઝનેસ 300 જેટલા નવા ચાલુ થઇ ગયાં છે. કોરોનાને કારણે લોકો હેલ્ધી ફૂડ તરફ વળ્યા હોવાથી હોમ કિચન વધ્યા છે.

કોરોનાને કારણે હોટલો બંધ હતી અને બીજી તરફ હેલ્ધી ફૂડ ખાવા માટેનો કન્સેપ્ટ વધ્યો હતો. જેમને ઘરની બહારનું જમવું હતું તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ હોમ કિચન હતું. એક વર્ષ પહેલાં 10 જેટલા જ હોમ કિચન શહેરમાં ચાલંુ હતાં. જ્યારે એક જ વર્ષમાં શહેરમાં હોમ કિચન 300 થઈ ગયા છે.

આ કારણથી પોપ્યુલર થઈ રહ્યા છે હોમ કિચન

  • હોમ કિચનમાં ફ્રેશ ડિશ તૈયાર કરવામાં આવે છે. જેમાં સમય લાગે છે. જેના કારણે 2 કલાક પહેલા ઓર્ડર લેવામાં આવે છે.
  • ઘરે જ તૈયાર થતું હોવાથી ઘરમાં જે સામગ્રીનો ઉપયોગ થાય તે સામગ્રીનો ઉપયોગ જ હોમ કિચનમાં થતો હોવાથી વધુ પ્રમાણમાં ઓર્ડર આપવામાં આવે છે.
  • વાનગીઓ ઘરે જ તૈયાર કરવામાં આવતી હોવાથી હોટલ કરતાં સસ્તી પડે છે. હોટલની ડિશો કરતાં 15 ટકા ડિશો સસ્તી મળે છે.

ઘરે ફૂડ બનાવી ડિલીવરી કરાય છે
કોઈને રસોઈ બનાવવાનો શોખ હોય અને હોટલ કે, રેસ્ટોરન્ટ બનાવ્યા વગર જ ફૂડ ડિલીવરીનો બિઝનેસ કરવા માંગતા હોય તે ઘરે રહીને જ ભોજન બનાવીને ડિલીવરી કરે તેને હોમ કિચન કન્સેપ્ટ કહેવાય છે.

કોરોનાને કારણે હોમ કિચનનો ટ્રેન્ડ વધ્યો છે. હવે લોકો હેલ્ધી ફૂડ પસંદ કરી રહ્યા છે. > સત્યેન નાયક, ઓનલ, કિચન જીજેફાઇવ

હાલમાં હોમ કિચનનો ટ્રેન્ડ ‌વધ્યો છે, લોકો આવી જગ્યાઓ પરથી ઓર્ડર કરતાં થયા છે. > સનત રેલિયા, માજી પ્રમુખ, હોટલ એસો.

અન્ય સમાચારો પણ છે...