કોરોના સંક્રમણ:વિદ્યાર્થિનીને કોરોના થતાં પાલનપુરની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ સાત દિવસ સુધી બંધ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાંદેર-અઠવા ઝોનમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો, તંત્ર દોડતું થયું
  • વિદ્યાર્થિનીને કાઈ જ લક્ષણ નહીં, સ્કૂલના 200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા

શહેરમાં રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો જારી છે. ખાસ કરીને બાળકોમાં પોઝિટિવ કેસ આવતાં હોવાથી સ્કૂલોમાં ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે પાલનપુર જકાતનાકાની લોર્ડ ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની 13 વર્ષિય વિદ્યાર્થિની પોઝિટિવ આવતાં સ્કૂલને 7 દિવસ બંધ કરાવી દેવાઇ છે.

રાંદેર ઝોનની ટીમે સ્કૂલોમાં રૂટિન ટેસ્ટિગ હાથ ધર્યું છે. તેમાં આ એક વિદ્યાર્થિની પોઝિટિવ નોંધાઈ છે. આરોગ્ય વિભાગનું કહેવું હતું કે, 200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા હતાં તેમાં, ધોરણ 8 ની આ વિદ્યાર્થિની પોઝિટિવ નોંધાઈ છે, તેણી ને કોઈ લક્ષણો નથી. એબસિન્ટોમેટિક‌ છે. પોઝિટિવ નોંધાતાં સ્કૂલને અઠવાડિયા સુધી બંધ કરાવી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...