નિર્ણય:રેલવે સ્ટેશન પરિસરમાં લોકોમેટિવ ડીઝલ એન્જિન હેરિટેજ રૂપે મૂકાશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે મુંબઇથી લોકોમેટિવ ડીઝલ એન્જિન સુરત રેલવે સ્ટેશને લવાયું હતું. - Divya Bhaskar
ગુરુવારે મુંબઇથી લોકોમેટિવ ડીઝલ એન્જિન સુરત રેલવે સ્ટેશને લવાયું હતું.
  • 24 વર્ષથી બાંદ્રા રેલવે વર્કશોપમાં હતું

રેલવેના ઐતિહાસિકને વારસાને જાળવી રાખવા માટે આગામી દિવસોમાં સુરત રેલવે સ્ટેશનની મુખ્ય બિલ્ડિંગની સામે કેમ્પસમાં લોકોમોટિવ રેલવે ડીઝલ એન્જીન મુકવામાં આવશે. હાલ રેલવે સ્ટેશનના પરિસરમાં ફરકી રહેલા રાષ્ટ્રધ્વજની બિલકુલ સામે આ લોકોમેટિવ રેલવે ડીઝલ એન્જીન મુકવામાં આવશે.

રેલવેના સૂત્રોથી મળેલી માહિતી મુજબ આગામી 15 દિવસ સુધીમાં આ લોકોમોટિવ એન્જિન મૂકી દેવામાં આવશે.ગુરુવારે સુરત રેલવે સ્ટેશને આ એન્જિન લાવવામાં આવ્યું હતું. છેલ્લાં 24 વર્ષથી આ એન્જિન પ.રેલવેના બાંદ્રા રેલવે વર્કશોપમાં હતું.

સુરત રેલવે સ્ટેશન માં હેરિટેજરૂપે મૂકાનાર આ લોકોમેટિવ ડીઝલ એન્જિનએન્જીનનું મોડલ ડીઝલ લોકો 19716, ડબ્લ્યુડીએસ4 ડી છે તેમજ તે 700 હોર્સ પાવરનું 60 ટન વજનની ક્ષમતા ધરાવે છે. આ લોકોમેટિવ ડીઝલ એન્જિન વર્ષ 2015માં 5 જાન્યુઆરીથી ઉપયોગમાં લેવાનું બંધ કરાયું હતું.