તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાધુનિક પદ્ધતિ:હૃદય નળીમાં રહેલા કેલ્શિયમયુક્ત બ્લોકને ખોલવા લિથોટ્રીપ્સી પદ્ધતિનો ઉપયોગ કરાયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. આલોક રંજન તથા ડો. વિશાલ વાનાણી દ્વારા હૃદયની નળીમાં રહેલાં કેલ્શિયમ યુક્ત બ્લોકને ખોલવા માટે IVL (લિથોટ્રીપ્સી) નામની અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો. આ ટેક્નિકમાં નળીની દીવાલમાં જામેલા અત્યંત કડક કેલ્શિયમના થરને ક્રશ કરી બ્લોકને નરમ બનાવાય છે. જેથી તેમાં સ્ટેન્ટ મૂકી તેને પૂરતી સાઈઝથી ખોલી શકાય. લિથોટ્રીપ્સીમાં એક સ્પેશિયલ પ્રકારના બલૂનમાં રહેલાં સિગ્નલ એમીટરમાંથી ઇલેક્ટ્રિક કરંટ દ્વારા હાઈ પ્રેશર વેવ ઉત્પન્ન થાય છે.

જે નળીમાં રહેલા કેલ્શિયમ પર એક ટ્રાન્સપોર્ટ ટ્રકના ટાયરના હવાનાં દબાણ કરતાં 10 ગણું પ્રેશર પેદા કરી કેલ્શિયમને ક્રશ કરે છે. આ નવી પદ્ધતિ વિદેશથી હમણાં જ ભારતમાં પ્રવેશી હોવાથી માત્ર મેટ્રો સિટીમાં જ ઉપલબ્ધ હતી જે હવે સુરતમાં કિરણ હોસ્પિટલ ખાતે પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. અન્ય આવા જ એક કેસમાં વયોવૃદ્ધ દર્દીના નબળાં પડી ગયેલા હૃદયને સપોર્ટ કરવા માટે CRT-D ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. જેમાં સુરતમાં સૌ પ્રથમ વખત દર્દીનાં શરીરમાં બ્લૂટૂથ ધરાવતું ડિવાઇસ મુકવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...