શહેરમાં સમાવિષ્ટ કનકપુર કનસાડ અને સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા જરૂરી ટ્રાન્સમિશન લાઇન સહિતના કામ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરાઇ છે. પાણી પુરવઠા યોજના માટે રિવાઇઝડ ડી.પી.આર તૈયાર કરાયો હતો. જે હેઠળ સુરત મનપાના નજીકમાં આવેલ હયાત ડિંડોલી વોટર ટ્રીટમેન્ટનો પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાશે.
આ માટે ડિંડોલી વોટર ટ્રીટમેન્ટને તાપીમાંથી રો-વોટર મેળવી પુરૂ પાડતા વાલક ઇન્ટેક વેલમાંથી પાણી ઉલેચતા પંપ મશીનરીઓનું અપગ્રેડશન કરાશે. ડિંડોલી વોટર વર્કસ ખાતે 98 લાખ લિટરની બુસ્ટર હાઉસ સહિતની ભુગર્ભ ટાંકી બનાવવાની રહેશે અને ડિંડોલી વોટર વર્કસથી કનકપુર કનસાડ સુધી ટ્રાન્સમીશન લાઇનો નખાતા જેમાંથી પાલી, સચિન, પારડીકણદેના નેટવર્કમાં પાણી આપવામાં આવશે. આ યોજનાથી 1.28 લાખ લોકોને લાભ મળશે. ટ્રાન્સમશીન લાઇન નાંખવા સહિતના કામ માટે 2.90 કરોડનું ટેન્ડર મંજૂર કરવા સ્ટેન્ડીંગમાં કામ આવ્યું છે. આગામી શુક્રવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટીમાં આ કામ અંગે નિર્ણય લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.