તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોઝવેનું લેવલ ઘટ્યું, પીવાનું પાણી ગંદું મળે તેવી ભીતિ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉકાઇમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડવા માટે પાલિકાએ સિંચાઇ વિભાગને પત્ર લખ્યો

વિયર કમ કોઝવેનું જળસ્તર ઘટી 5 મીટરની નજીક પહોંચી ગયું છે. જેથી આગામી દિવસમાં શહેરમાં પાણીની ગુણવત્તા બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે શહેરમાં લોકોને પીવાનું ખરાબ પાણી ન મળે તે માટે પાલિકાએ ફરી એકવાર ઉકાઇ ડેમમાંથી 15થી 20 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવા સિંચાઇ વિભાગને પત્ર મારફત જાણ કરી હોવાની માહિતી સાંપડી છે.

એપ્રિલ મહિનાના અંતમાં કોઝવેનું લેવલ 4.81 મિટર થઇ ગયું હતું. જેથી શહેરના રાંદેર, વેસુ સહિતના વિસ્તારમાં પાણીની ગુણવત્તા બગડી હતી અને લોકોને ગંદું પાણી મળ્યું હતું. આ ફરિયાદને પગલે શહેરને શુદ્ધ પાણી આપવા માટે અને કોઝવેમાંથી ગંદકી દૂર કરવા મે મહિનામાં ઉકાઇ ડેમમાંથી 18 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બાદમાં ખરાબ પાણીની સમસ્યા દૂર થઇ હતી.

જો કે, હવે ફરી એકવાર કોઝવેનું લેવલ ઘટી 5.05 મીટર થઇ ગયું છે. જળસપાટી 5 મીટરની નીચે જાય તો પાણીની ગુણવત્તા બગડી શકે છે. જેથી પાલિકાએ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવા માટે સંબંધિત વિભાગને પત્ર લખ્યો છે. જેથી આવનારા દિવસોમાં ઉકાઇમાંથી પાણી છોડવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...