તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઓરિસ્સાની ખૂંખાર ગેંગનો લીડર ભેસ્તાનથી પકડાયો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્ન માટે પેરોલ જમ્પ કરનાર મીટ્ટુપ્રધાન ઝબ્બે
  • બોમ્બથી હુમલા સહિત ઓરિસ્સામાં 29 ગુના

ઓરિસ્સાની ખૂંખાર ગેંગના લીડર મીટ્ટુ પ્રધાનને સુરતની ક્રાઇમબ્રાંચે ભેસ્તાન પાલિકાના આવાસ પાસેથી પકડી પાડ્યો છે. પેરોલ પર છૂટીને ગેંગસ્ટર મીટ્ટુ પ્રધાને ગંજામ જિલ્લામાં ફાયરિંગ કર્યુ તેમજ સુધીર પાડી ગેંગનો ખાતમો બોલાવી દેવા દેશી બોમ્બ બનાવી હુમલો કર્યો હતો.

હાલમાં ખંડણી, ફાયરિંગ, બોમ્બથી હુમલો જેવા 5 ગુનાઓ ઓરિસ્સામાં નોંધાયેલા છે. અગાઉ ઓરિસ્સામાં 29 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ઘરમાં ઘુસી તોડફોડ, ધમકી, હત્યા, હત્યાની કોશિશ, ધાડ, ફાયરિંગ, લૂંટ, ચોરી, દેશી બોમ્બ, પિસ્તોલ, જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલો છે.

વર્ષ 2018માં બહેનના લગ્નનું કારણ કોર્ટમાં રજૂ કરી 15 દિવસના પેરોલ પર છૂટ્યો હતો. પછી ઓરિસ્સાની જેલમાં હાજર થવાને બદલે ભાગી ગયો હતો. છેલ્લા 3 વર્ષથી રીઢો આરોપી દીલીપ ઉર્ફે મીટ્ટુ પ્રધાન(32)(રહે, ગંજામ, ઓરિસ્સા) હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, પુણે, રાજસ્થાનમાં રહેતો હતો અને હાલમાં 15 દિવસથી એક મિત્રના ઘરે ભેસ્તાન વિસ્તારમાં પાલિકાના આવાસમાં રહેતો હતો.

ઓરિસ્સામાં દીલીપ ઉર્ફે મીટ્ટુ પ્રધાનની એક ગેંગ છે. જેમાં સાતેક પન્ટરો છે. મીટ્ટુ પ્રધાન ગેંગની દુશ્મનાવટ અન્ય હરીફ ગેંગ સુધીર પાડી ગેંગ, મહંતિ ગેંગ, સંતોષ રેડ્ડી ગેંગ છે. આ ગેંગસ્ટરોનું મુખ્ય કામ બિલ્ડરો અને સરકારી કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસૂલીનું છે. જેના કારણે બે ગેંગ વચ્ચે ઓરિસ્સામાં ગેંગવોર વારંવાર થતા રહ્યા છે અને ક્રાઇમરેટ વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...