તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઉપડેટ:વકીલો 5મી એપ્રિલ સુધી અરજન્ટ કામ જ ચલાવશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વકરતા 25 માર્ચથી કામ બંધ

કોરોનાના વધતા કેસને લઈ વકીલ મંડળે પાંચમી એપ્રિલ સુધી કોર્ટમાં માત્ર અરજન્ટ કામ જ ચલાવવાની અપીલ કરી છે. હાલ કોરોના બાદ દરેક પ્રકારના કેસ ચાલી રહ્યા છે અને ફિઝિકલ હિયરિંગ પણ થઈ રહ્યુ છે. ગત સપ્તાહમાં કેટલાંક જજ અને કોર્ટ સ્ટાફના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી ચૂકયા છે.

સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યુ કે કાઉન્સિલની મિટિંગ મળી હતી જેમાં હાલની સ્થિતિને જોતા આગામી 25મી માર્ચથી 5 એપ્રિલ સુધી જામીન અરજી, રિમાન્ડ, મનાઇ, મુદ્દામાલ અરજી સહિતના અરજન્ટ કામો જ કરવાની અપીલ વકીલોને કરાઈ છે. અન્ય કામોથી સ્વૈચ્છિક રીત વકીલો અળગા રહે એવી અપીલ કરાઈ છે. આ સ્થિતિમાં વકીલ કે પક્ષકાર ગેરહાજર રહે તો વોરન્ટ ઇશ્યુ ન કરવા પણ અને તે કેસ જે તે સ્ટેજ પર રાખવા જજને અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો