રજૂઆત:હાઇકોર્ટ બેન્ચ માટે વકીલ મંડળ કાયદામંત્રીને મળશે, શહેરમાં ED અને CBIની કોર્ટ પણ નથી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસુલના કેસોમાં નાના ખેડૂતોને ટ્રીબ્યુનલના અભાવે નુકસાન થઈ રહ્યું છે

સુરત જિલ્લા ન્યાયાલયના ફોજદારી અને સિવિલ કેસોમાં હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો. કાયદામંત્રીને રજૂઆત કરશે. જેમાં નવી કોર્ટ બિલ્ડિંગ બનાવવા અને જગ્યાની ફાળવણીની રજૂઆત છે. એ સાથે જ જમીન-મહેસુલના કેસો માટેની ટ્રીબ્યુનલ અમદાવાદમાં હોવાથી નાના ખેડતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં ED-CBIની સ્પેશિયલ કોર્ટનો પણ અભાવ છે. ફેમિલી કોર્ટ પણ પાલ રોડ પરથી જીઆવ-બૂડિયા રોડ પર ખસેડવાનો ઇશ્યુ પણ સામે આવ્યો હતો.

EDમાં નારાયણ સહિતના કેસ
ઇડીના કેસો સુરતમાં નોંધાયા બાદ પ્રાથમિક દલીલો કે રિમાન્ડ પૂરતી કાર્યવાહી બાદ તેને અમદાવાદ શીફ્ટ કરી દેવામાં આવે છે. અગાઉનું ડાયમંડને આવરી લેતું હવાલા કાંડ હોય કે બળાત્કારના આરોપી નારાયણનો કેસ હોય. સુરતમાં સ્પેશિયલ ઇડી અને સીબીઆઇ કોર્ટ નથી.

નાના ખેડૂતોને પારવાર મુશ્કેલી
જમીન મહેસુલના કેસો અપીલ બાદ ટ્રીબ્યુનલમાં ચાલતા હોય છે. પરંતુ તેના માટે અમદાવાદ જવુ પડે છે. જેથી નાના ખેડુતોને મુશ્કેલી પડે છે.ન્યાય મેળવવામાં પડતી અવગડતા આવા ખેડુતોને નડતી હોય છે. > ટર્મિશ કણીયા, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...