કામગીરી:પૂર સમયે કોઝવેને બચાવતા લોન્ચિંગ બ્લોક ધોવાયા, હવે ડિઝાઇન બદલી નિર્માણ કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રોન બ્લોકની કામગીરીમાં ટેક્નિકલ ગૂંચ ઉકેલવા PMC નિયુક્તિને મંજૂરી
  • મજબૂતી આપવા આરસીસી એપ્રોન બ્લોક બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ

શહેરીજનો માટે પીવા લાયક પાણીના સંગ્રહના ભંડાર સમાન વિયર કમ કોઝવેને ફ્લડ વખતે હાઇડ્રોલિક જમ્પની સ્થિતિથી થતા નુકસાનથી નિવારવા વીયરના ડાઉન સ્ટ્રીમમાં લોન્ચિંગ એપ્રોન બ્લોક બનાવાયા હતાં. જે પૂર વખતે પાણીના જમ્પથી રિવર્સમાં લાગતી પાણીની મારથી વીયરના લેયરને સુરક્ષા આપે છે. જોકે આ લોન્ચિંગ બ્લોક ગત વર્ષે વહેણમાં ગંભીર રીતે ધોવાઇ ગયા હતાં. એટલું જ નહીં પણ અગાઉ ઘણી વખત આ બ્લોકને રિપેરિંગની જરૂર પડી હોવાથી પાલિકાએ આ વખતે એસવીએનઆઇટી પાસે લોન્ચિંગ એપ્રોન બ્લોકને વધુ મજબૂત કરવા હવે આરસીસી એપ્રોન બનાવવાની પ્રક્રિય હાથ ધરી છે.

આ મહત્વપુર્ણ કામગીરી માટે શનિવારે મળેલી પાણી સમિતિની બેઠકમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની નિયુક્તિ કરાઇ હતી. પાણી સમિતિ ચેરમેન રાકેશ માળીએ કહ્યું કે, વીયર કમ કોઝવેના સિંગણપોર તરફ ગાર્ડનની દિવાલને અડીને બનેલા લોન્ચિંગ એપ્રોન બ્લોકને વધુ મજબુતાઇ સાથે નિર્માણ કરવા કુલ 11.46 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ નક્કી કરાયો હતો.

આ પ્રોજેક્ટમાં કેટલીક ટેક્નિકલ ગૂંચ દૂર કરવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટ્ન્સીની નિયુક્તિનો આગ્રહ હતો. જેથી કુલ કોસ્ટના 1.33 ટકા લેખે એટલે 15.24 લાખના ખર્ચે ગ્રીન ડિઝાઇન એજન્સીને કામ સોપાયું હતું. આ પ્રોજેક્ટમાં ડાઉન સ્ટ્રીમના 40 મીટરથી 310 મીટરની વચ્ચેના ભાગને આરસીસી એપ્રોન બ્લોકમાં તબદીલ કરાશે. જે 35 મીટર લાંબા અને 2 મીટરના સ્લોપ સાથે નિર્માણ કરાશે. આ કામગીરી ચોમાસા પહેલાં પુર્ણ કરવા પણ સમિતિએ હાઇડ્રોલિક વિભાગને સુચના આપી હતી.

બ્લોક 5 ટન વજનવાળા અને 1.5 મીટર ઊંચા હશે
છેલ્લા ફ્લડમાં કોન્ક્રીટ બ્લોક ખુબ ડીપ સુધી ધોવાયા હોવાથી ભવિષ્યમાં હાઇડ્રોલિક જમ્પની સ્થિતિને નિવારવામાં મદદરૂપ સાબિત થાય તે પ્રકારે લોન્ચિંગ એપ્રોન બ્લોક બનાવાઈ રહ્યાં છે. પ્રત્યેક બ્લોક 5 ટન જેટલા ભારે અને દોઢ મીટર ઊંચા રહેશે. આરસીસી બ્લોકના નિર્માણ બાદ ફ્લડ વખતે ટર્બ્યુનલ જમ્પના લીધે થતાં ડિસ્ટર્બન્સથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...