તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:કોમર્સ, આર્ટ્સ , સાયન્સમાં છેલ્લા સેમની પરીક્ષા ઓફલાઇન લેવાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય
  • UGમાં સેમ. 1,3,5 તથા PGમાં 1થી 3 સેમ.ની પરીક્ષા ઓનલાઇન

વીર નર્મદ યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમ.ની પરીક્ષા ઓફલાઇન જ લેવાશે. યુનિ.માં સોમવારે એકેડેમિક કાઉન્સિલની મિટિંગમાં વિદ્યાર્થી સંગઠનોની ઓનલાઇન પરીક્ષા લેવાની રજૂઆત બાદ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં અંડર ગ્રેજ્યુએટમાં છઠ્ઠા સેમ.ની અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ચોથા સેમ.ની પરીક્ષા ઓફલાઇન લેવાશે. આ ફેકલ્ટીમાં અંડર ગ્રેજ્યુએટની સેમ. એક, ત્રણ અને પાંચ તથા પોસ્ટ ગ્રેજ્યુએટની એકથી ત્રણની પરીક્ષા ઓનલાઇન લેવાશે.

આ પરીક્ષાઓ પણ ઓનલાઇન લેવાશે
એક્સર્ટનલ કોર્સમાં અંડર યુજીમાં ફર્સ્ટ, સેકન્ડ યરની તથા પીજીમાં ફર્સ્ટ યરની, એજ્યુકેશન ફેકલ્ટીમાં બીજા સેમની, એલએલબીની ત્રીજા અને ચોથા સેમની, બીકોમ એલએલબી ઓનર્સની તમામ સેમની પરીક્ષા ઓનલાઇન લેવાશે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીમાં નાપાસ કે પછી એટીકેટી એટલે કે બીજા અને ચોથા સેમની પરીક્ષા 10 ઓગસ્ટ પછી ઓનલાઇન લેવાશે.

Ph.Dમાં પ્રિ-થિસિસ પ્રેઝન્ટેશન રિસર્ચ કમિટી સમક્ષ રખાશે
પીએચડીમાં પ્રિ-થીસિસનું પ્રેઝન્ટેશન રિસર્ચ એડવાઇઝર સમક્ષ રાખવું તેમજ પીએચડી સંશોધન અભ્યાસ કરતા તમામ સંશોધનાર્થીઓની ફી જોગવાઈ અનુસાર લેવાશે.

એક્સર્ટનલ કોર્સમાં આ પરીક્ષા ઓફલાઇન લેવાશે
​​​​​​​એક્સર્ટનલમાં ફાઇનલ યરની, એજ્યુકેશન ફેકલ્ટીમાં ચોથા સેમની, એલએલબી 5-6 સેમ. તથા એલએલએમમાં 1 અને 4 સેમ.ની પરીક્ષાઓ ઓફલાઇન લેવાશે.

અન્ય સમાચારો પણ છે...