તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:છેલ્લા સેમની પરીક્ષા ઓફલાઇન લેવાશે, બે પરીક્ષા વચ્ચે એક રજા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિ.ની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો

નર્મદ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમ.ની પરીક્ષા 29 જુલાઇથી ઓફલાઇન લેવાનો નિર્ણય કરાયો હતો. તે સાથે બે પરીક્ષા વચ્ચે એક રજાનો પણ નિર્ણય કરાયો છે. કોઇ વિદ્યાર્થીએ પરીક્ષા કેન્દ્ર બદલવું હોય તો યુનિ. પરીક્ષાના 7 દિવસ પહેલા વેબસાઇટ પર ગુગલ ફોર્મ લીંક મૂકશે. જેમાં કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. બીએસસી અને એમએસસીની છેલ્લા સેમ.ની પ્રેક્ટિકલ પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પરીક્ષા ઓનલાઇન કે ઓફલાઇન લેવાશે

  • { એક્સર્ટનલના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમ.ની પરીક્ષા 29 જુલાઈથી ઓફલાઇન લેવાશે.
  • { બીસીએના 2 અને 4 સેમ.ની પરીક્ષા 29 જુલાઈથી ઓનલાઇન લેવામાં આવશે.
  • { બીએડ સેમેસ્ટર ચારની પરીક્ષા ઓફલાઇન લેવાશે.
  • { એમબીએના સેમ. 4 ફૂલટાઇમ અને સેમેસ્ટર 6 ઇવનિંગની રેગ્યુલર તથા એટીકેટીની પરીક્ષા ઓફલાઇન લેવાશે.
  • { એમબીએના સેમ. 2 અને 3ની એટીકેટી પરીક્ષા ઓફલાઇન લેવાશે
  • { અગાઉ જાહેર થયેલી ઓનલાઇન પરીક્ષા તે મુજબ જ લેવાશે.

ટેક્નિકલ કારણથી ઓનલાઇન પરીક્ષા ન આપનારની ફરી લેવાશે
નેટવર્ક કે પછી લોગ ઇનમાં પ્રોબ્લેમ સહિતની ટેક્નિકલ પ્રોબ્લેમથી પરીક્ષા આપી ન શકેલા 1 હજાર વિદ્યાર્થીની ફરી ઓનલાઇન પરીક્ષા લેવાશે. તેઓ માટે નવું ટાઇમ ટેબલ બનાવી જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...