આઈટીના દરોડા:ચિરિપાલ ગ્રૂપ પાસેથી નોટબંધી પછીની સૌથી મોટી રકમ પકડાઈ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈટીના દરોડા-સર્ચમાં અત્યાર સુધી 40 કરોડ મળ્યા
  • ગણતરી માટે 25 કરોડ રોકડા​​​​​​​ એક બેન્કની શાખા પર લઈ જવાયા

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે ચિરિપાલ ગ્રૂપ પર પાડેલા દરોડા, સર્ચ ઓપરેશનમાં રૂ. 40 કરોડની રોકડ અને જ્વેલરી પકડાઈ છે. 16 કરોડ તો માત્ર એક બેડરૂમમાંથી જ મળ્યા હતા. કુલ 25 કરોડની રોકડ અધિકારીઓએ એક જગ્યાએ રાખી હતી. સ્થળ પર નોટ ગણવાના મશીન મગાવવાની જગ્યાએ તમામ રકમ એક સાથે બેન્ક પર લઇ જવામાં આવી હતી અને ત્યાં જ ગણતરી કરી જમા કરાવી દેવાઈ હતી. જપ્ત થયેલી રકમ પર 115 ટકા જેટલો ટેક્સ લાગે એવી માહિતી જાણકારો આપી રહ્યા છે.

નોંધનીય છે કે દરોડા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા છેલ્લાં પાંચથી સાત વર્ષ દરમિયાન કુલ છ હજાર કરોડની રોકડ વિવિધ સર્ચ ઓપરેશનમાં જપ્ત કરી છે જે હાલ આઇટીના એકાઉન્ટમાં છે. નોટબંધી બાદ રૂપિયા 25 કરોડની રકમ એક સાથે ગુજરાતમાં મળી હોવાનો આ પહેલો કિસ્સો છે એવું અધિકારીઓ કહી રહ્યા છે.

બિનહિસાબી રકમ પર 115% સુધી ટેક્સ
સી.એ. પ્રજ્ઞેશ જગાશેટ અને તિનિશ મોદી કહે છે કે નોટબંધીના સમયથી આઇટીની 115બીબીઇ નામની કલમનો ઉમેરો થયો છે જેમાં પ્રાવધાન છે કે જપ્ત થયેલી રકમ ચોપડે ન બતાવી હોય તો તેની પર 115 ટકા સુધી ટેક્સ, પેનલ્ટી, સરચાર્જ અને વ્યાજ લાગે છે. 78 ટકા સુધીનો ટોટલ ટેક્સ થાય છે. જો કે, રકમ ચોપડે બતાવી હોય તો તેટલી રકમ બાદ મળે છે. ખર્ચા પણ બાદ મળતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...