કાર્યવાહી:કાપડનો ધંધો ન ચાલતા ઉત્રાણનો વેપારી MD ડ્રગ્સ વેચતો થઈ ગયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બનાસકાંઠાના 25 લાખના ડ્રગ્સ કેસમાં સુરતથી વધુ 1 ઝડપાયો
  • ધ્રુવિન 1 ગ્રામ ડ્રગ્સ 10 હજારમાં ખરીદી11 હજારમાં વેચતો

બનાસકાંઠા જિલ્લાના એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજીએ ઉત્રાણથી ઝડપી પાડ્યો છે. કોરોનામાં કાપડનો ધંધો ન ચાલતા ડ્રગ્સનો વેપલો કરવા લાગ્યો હતો.બનાસકાંઠા પોલીસે અઠવાડિયા પહેલા બે રાજસ્થાની યુવકોને 264 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સની કિંમત 24.60 લાખ રૂપિયા થાય છે. આ ડ્રગ કામરેજના નનસાડ ગામમાં આવેલા અમર પેલેસમાં રહેતા જયદીપ રાજેશ પરમારે મંગાવ્યું હતું. તેથી એસઓજીએ ત્રણ દિવસ પહેલા જયદીપને પકડ્યો હતો.

જયદીપની પુછપરછમાં સાગરીત ધ્રુવિન ઉર્ફે ધ્રુવો દિનેશ જસાણી( રહે. સાંઈ એવન્યુ, ઉત્રાણ, મોટા વરાછા)નું નામ ખુલ્યું હતું. તેથી બનાસકાંઠા પોલીસ સુરત આવી હતી. સુરત એસઓજીની મદદથી બનાસકાંઠા પોલીસે ઉત્રાણથી આરોપી ધ્રુવિનની ધરપકડ કરી હતી.આ પહેલા તે અમરોલીમાં ચોરીના ગુનામાં ઝડપાયો હતો. ધ્રુવિન પહેલા કપડાનો વેપાર કરતો હતો. પણ કોરોનાકાળમાં આ ધંધો નહીં ચાલ્યો ન હતો. પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી હોવાથી ગૃપમાં લોકોને આપવા માટે ડ્રગ્સ વેચવાનું ચાલુ કરી દીધું હતું.

બનાસકાંઠા પોલીસે 24.60 લાખનું જે ડ્રગ્સ મંગાવ્યું હતું તેમાં ધ્રુવિનનો પણ અમુક ભાગ હતો. જયદીપ વાળંદ હોવાથી ધ્રુવિન ત્યાં વાળ કપાવવા જતો હતો. ત્યારે ડ્રગ્સ બાબતે વાતચીત બંને આ ગોરખધંધો કરવા માંડ્યા હતા. એક ગ્રામ ડ્રગ્સ જયદીપ અને ધ્રુવિન 10 હજારમાં ખરીદતા અને સુરત શહેરમાં યુવા વર્ગને 1 ગ્રામ એમડી ડ્રગ્સ રૂપિયા 11 હજારથી લઈને 11,500 સુધીના ભાવે વેચતા હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...