તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વરાછાના જમીન દલાલને 14 માસમાં 61 કરોડ રૂપિયાની લાલચ આપી ઠગે 35 કરોડ ચાઉં કર્યા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીના 7 ચેક રિટર્ન થયા, આરોપીએ મધ્યસ્થીમાં મુંબઇના 3 લોકોની ફરિયાદી સાથે મુલાકાત કરાવી હતી

વરાછાના જમીન દલાલ સાથે તેના ઓળખીતાએ મુંબઇમાં જમીન ખરીદવા રૂપિયાની જરૂર હોવાથી તેમજ 14 મહિનામાં તે 61 કરોડ આપશે કહી 35 કરોડ લઇને છેતરપિંડી કરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વરાછાના ત્રિકમનગરમાં રહેતા જમીન દલાલ 66 વર્ષીય રમેશભાઇ લક્ષ્મણભાઇ સાકરિયાનો વિક્રમનગરમાં રહેતા હસમુખ ઉર્ફે હરિશ રવજી ભંડેરી સાથે ગાઢ સંબંધો હતો. વર્ષ 2012માં હસમુખે રમેશભાઇ પાસેથી તેને મુંબઇના પવઇમાં જમીન ખરીદવા રૂપિયાની જરૂર હોવાથી 35 કરોડ માંગ્યા હતા. હસમુખે 14 મહિનાની અંદર રમેશભાઇને 61 કરોડ આપવાનું કહ્યું હતું.

હસમુખની વાતમાં આવીને રમેશભાઇએ 35 કરોડ આપ્યા હતા. જેમાં 12.50 કરોડ રમેશભાઇએ તેમના લંડન ખાતે રહેતા જમાઇ કૌશિક પટેલ પાસેથી લીધાં હતા. રૂપિયા લીધાં બાદ હસમુખે નાણાં પરત ન કરતાં રમેશભાઇએ માંગણી કરી હતી. જેમાં હસમુખે 61 કરોડના 7 ચેક આપ્યાં હતાં જેમાં તેણે સામેથી એવું પણ લખાણ કરી આપ્યું હતું કે જો ચેક રિટર્ન થાય તો તે કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

ત્યાર બાદ પણ ચેક રિટર્ન થતાં આ બાબતે હસમુખે રમેશભાઇની મુંબઇના અમિત શાહ, સોલિસિટર ભરત મર્ચન્ટ અને કંચન પેન્ડેકર સાથે મુલાકાત કરાવી હતી. જેમાં આ ત્રણેયે લખાણ આપ્યું હતું કે હસમુખ રૂપિયા ન ચૂકવે તો જોગેશ્વરી સહિતની 250 કરોડની જમીન લખી આપશે. ત્યાર બાદ પણ રૂપિયા પરત ન મળતા રમેશભાઇએ હસમુખ તેની પત્ની ભાનુબેન અને તેના પુત્ર રિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બ્લ્યુ સ્ટાર ડાયમંડના માલિકને શેઠ કહેતો
હસમુખ બધાને કહેતો કે બ્લ્યુ સ્ટાર ડાયમંડના માલિક મહેતા સાહેબ તેના શેઠ છે. પવઈની જમીન શેઠ ખરીદવાના છે અને તેમાં તેનો પણ હિસ્સો હોવાથી તેના પેમેન્ટ માટે તેને રૂપિયા જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...