તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ:ચેમ્બરની લેડીઝ વીંગ મહિલાઓને અપાવશે રોજગારી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયા છે. ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે તે માટે ‘મહિલા રોજગાર મેળો’નું આયોજન કરવામાં આવ્યું છે. 7 ડિસેમ્બર સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં પ્લેટીનમ હોલ, સરસાણા, સુરત ખાતે મહિલા રોજગાર મેળો યોજાશે. મહિલા સ્ટાફ મેળવવા ઇચ્છતી 70 જેટલી કંપની/સંસ્થાઓના સંચાલકો દ્વારા રોજગાર મેળામાં રૂબરૂ જ મહિલાઓનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને નોકરી માટે તેમની પસંદગી કરવામાં આવશે.

સરસાણા ખાતે બે સ્થળો ઉપર 10 હજાર સ્કવેર ફૂટ એરિયામાં કોવિડ– 19ની ગાઇડ લાઇનના ચુસ્તપણે પાલનની સાથે રોજગાર મેળાનું આયોજન થશે. જેમાં ફરજિયાતપણે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને દર કલાકના તબકકામાં 100-100 મહિલાઓને ઇન્ટરવ્યુ માટે બોલાવાશે. અગાઉ ચેમ્બર દ્વારા મહિલાઓને વિનામુલ્યે સ્ટોલ પણ ફાળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો