આયોજન:કેસ રોજ બેવડાતા હોવા છતાં 9મીએ પતંગ મહોત્સવ યોજાશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અડાજણ રિવરફ્રન્ટ ખાતે આયોજન થશે
  • દેશભરના 100થી વધુ પતંગબાજો ભાગ લેશે

શહેરમાં ઓમિક્રોનના કુલ 17 કેસ નોંધાયા છે. ઉપરાંત મંગળવારે કોરોનાના 415 કેસ સામે આવ્યાં હોવા છતાં ગુજરાત ટુરિઝમ અને પાલિકા અડાજણ સ્વામીનારાયણ મંદિર નજીકના રિવર ફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજશે. પાલિકાના અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ ટુરિઝમ વિભાગ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. આ મહોત્સવમાં 14 વિદેશ કાઇટિસ્ટ મળી 100થી વધુ પતંગબાજો કરતબ બતાવશે. ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે 400 નાગરિકોને જ પ્રવેશ અપાઈ શકે છે. નવાઇની વાત એ છે કે, એક તરફ હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરો ઉપર કડક દિશાસૂચન અપાનાવાયા છે.

પુસ્તક મેળો અને ગોપી કાર્નિવલ રદ કરાયા!
એક તરફ પાલિકાએ લાખો વાંચનરસિકોના પ્રિય પુસ્તક મેળાનું આયોજન રદ્દ કર્યું હતું. ઉપરાંત ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગોપી તળાવ ખાતે રંગારંગ ઉજવાતા ગોપી કાર્નિવલનું આયોજન પણ ફગાવી દેવાયું હતું. જોકે, અમદાવાદમાં આગામી 8 જાન્યુઆરીના રોજ યોજાનાર પતંગમહોત્સવને ધ્યાનમાં રાખી ગુજરાત ટુરિઝમ તથા પાલિકાએ આગામી 9મીએ શહેરમાં ભવ્ય પતંગ મહોત્સવ ઉજવવા તૈયારી શરૂ કરી દેતાં વિવાદ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...