તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:માંડવી નગરનાં વોર્ડ નંબર 4 માં બેદરકાર તત્વો દ્વારા રોજ સર્જાતુ ગંદકીનું સામ્રાજ્ય

માંડવી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની નિયમિત કામગીરી પરંતુ લોકો કચરો નાંખી જાય છે

માંડવી નગરનાં વોર્ડ નંબર 4માં મટન માર્કેટ પાસે બેદરકાર તત્વો દ્વારા ગંદકીનું સામ્રાજ્ય સ્થાપવામાં આવી રહ્યું હોય તેમ જણાય રહ્યું છે. માંડવી પાલિકાનાં કર્મોચારીઓ દ્વારા નિયમિત રીતે આ જગ્યાની સફાઇ કરાતી જ હોય છે. તેમજ ડોર ટુ ડોર કચરો લેવા પાલિકાનો ટેમ્પો ફરે છે. તેમ છતાં અમુક બેદરકાર તત્વો દ્વારા સ્વચ્છતાનાં દુશ્મન હોય તેમ જાહેરમાં જ કચરો ફેંકતા ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું હોય તેમ જણાય રહ્યું છે.

પાલિકા દ્વારા સ્વચ્છતા બાબાતે સંપૂર્ણ ધ્યાન અપાય રહ્યું છે. પરંતુ બેદરકાર તત્વો દ્વારા ડોલ ભરી ભરીને જાહેરમાં કચરો ફેંકતા પાલિકાની કામગીરી પર કાળો ટીલ્લો લાગી રહ્યો છે. “વિના સહકાર, નહી ઉદ્ધાર” આ સૂત્ર આ સ્થળ પર યોગ્ય બેસતું હોય તેમ જણાય રહ્યું છે. જ્યાં સુધી પ્રજાજનો તંત્રને સહકાર નહી આપશે ત્યાં સુધી સમસ્યાનું સમાધાન ન આવવાનું પણ નજરે ચઢી રહ્યું છે. અને જે વ્યક્તિ ગંદકી ફેલાવતા રહે તેના વિરુદ્ધ પાલિકા કાર્યવાહી કરી દંડ કરે તે ખૂબ જરૂરી બની રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો