તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાઇ યુવતી હત્યા પ્રકરણ:હત્યારી એડાએ મૃતકના ફોનમાંથી સીમ કાર્ડ કાઢીને આગ ચાંપી હતી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી એડા - Divya Bhaskar
આરોપી એડા
  • રિમાન્ડ પૂરા થતાં કોર્ટે એડાને લાજપોર જેલમાં ધકેલી દીધી

વનિડાની હત્યામાં એડાના રિમાન્ડ પુરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે એડાને લાજપોર જેલમાં મોકલી આપી છે. વધુમાં હત્યારીએ મૃતકના મોબાઇલમાંથી સીમ કાઢી બાળી નાખ્યા હતા. હત્યારી અનન્ડા ઉર્ફે એડા એટલી ચાલાક હતી કે તેણે મૃતકનો ફોન એક બોક્ષમાં મુકી તેને ઓશિકાના કવરમાં મુકી દીધો હતો. પછી એડાએ ચાદરની વચ્ચે ઓશિકા મુકી બ્લેક કલરની કચરા માટેની પ્લાસ્ટીકની થેલીમાં પેક કરી રિક્ષાચાલકને આપ્યો હતો. રિક્ષાચાલકે ઘરે આવી થેલી ખોલી ચેક કરતા ઓશિકામાં ચેક કરતા તેમાંથી ફોન મળ્યો હતો. ચાલકને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યો હતો. જયા મોબાઇલ બાબતેની પોલીસને વાત કરી હતી. જેના થકી સચોટ પુરાવા હાથ લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...