તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અપહરણ કરાયેલા યુવકને વિગત પુછાતા કોન્સ્ટેબલને લાફો માર્યો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસા માટે અડાજણના યુવકનું અપહરણ કરાયું હતું
  • સરકારી કામમાં રુકાવટનો ગુનો દાખલ

અડાજણના યુવકનું 25 હજારની લેતીદેતીમાં રવિવારે બાઇકસવાર બે ઈસમોએ અપહરણ કરી લેતા માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ કેસની ખબર મળતા આરોપીઓ યુવકને જહાંગીરપુરા પાસે ઉતારી ભાગી ગયા હતા. ત્યારબાદ યુવકને અડાજણ પોલીસ સ્ટેશને લવાયો હતો. જ્યાં કોન્સ્ટેબલ અલસીંગ મોતીભાઈએ યુવકને અપહરણની વિગતો પૂંછતા તે અકળાઈ ગયો હતો અને પોલીસકર્મીને તમાચો ઠોકી દીધો હતો.

યુવકના માતા-પિતાએ પણ પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેથી પોલીસે જાતે ફરિયાદી બની યુવક જીગર બારોટ, પિતા તપન વિશ્વાસ અને માતા સીમા વિશ્વાસ(તમામ રહે. સુમનઘટા એપાર્ટ, અડાજણ)ની સામે સરકારી કામમાં રૂકાવટ અને મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. સાથે જ પોલીસે જીગરની અપહરણની ફરિયાદ લઈ ચદું, રણજીત અને અન્ય એક સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે અગાઉ જીગરે ચંદુ નામના શખ્સ પાસેથી 40 હજારની રકમ ઉછીની લીધી હતી. જીગરે 15 હજાર આપ્યા હતા અને 25 હજાર બાકી હતા. જેથી ચદુંએ રણજીત અને તેના અન્ય એક સાગરિત સાથે મળી જીગરનું અપહરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...