દેવઊઠી એકાદશી:કતારગામનું કંતારેશ્વર મંદિર 4,500 દીવડાથી ઝળહળ્યું, સગરામપુરામાં તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવ ઊઠી એકાદશી નિમિત્તે રવિવારે કતારગામના કંતારેશ્વર મંદિરમાં ઘીના દીવાઓથી રોશની કરવામાં આવી હતી. મંદિરના અવિનાશ મહારાજે જણાવ્યું કે, આ માટે 45 કિલો ઘીમાંથી 4,500 દીવા બનાવાયા હતા, જેમાં 50 ભક્તોને 4 કલાક લાગ્યા હતા.

આ સાથે સગરામપુરાના રામજી મંદિરમાં પણ એકાદશી-તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શેરીઓમાં તુલસીમાતાની શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ શહેરના સ્વામીનારાયણ મંદિરો, વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો તેમજ મોટા ભાગના રામ મંદિરોમાં સોમવારે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...