તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો થનગનાટ:ભાજપની મહિલા ઉમેદવારની પત્રકારત્વથી ઉમેદવાર સુધીની સફર, નારીશક્તિને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો

સુરતએક મહિનો પહેલાલેખક: આશિષ મોદી
સુરતના વોર્ડ નંબર 15 કરંજ-મગોબમાં ભાજપે મહિલા ઉમેદવાર મનીષા આહીરને ટિકિટ આપી.
  • યુવાધન પર પાર્ટીએ મૂકેલો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દઈએઃ મનીષા

પત્રકારત્વથી ઉમેદવારી સુધીની સફર કરનાર સુરતના વોર્ડ નંબર 15 કરંજ-મગોબની ભાજપની મહિલા ઉમેદવાર મનીષા આહીરે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યુવાધન પર પાર્ટીએ મૂકેલો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દઈએ, હું સંકલ્પ લઉં છું કે કોર્પોરેશનમાં વિજયમુકુટ પહેરીને ગયા બાદ નારીશક્તિને મજબૂત બનાવીશ. વોર્ડનાં તમામ કાર્યોને પહેલી પ્રાથમિકતા આપી મતદારોમાં લોકપ્રતિનિધિઓ પ્રત્યેનો આત્મવિશ્વાસ વધારીશ. સમાજના અગ્રણીઓ અને રાજકીય ગુરુઓએ મારા પર મૂકેલો વિશ્વાસ ક્યારેય વ્યર્થ નહિ જવા દઉં. લાગણી કર્તવ્ય સાથે હોવી જોઈએ, સત્તા સાથે નહિની પાર્ટીની વિચારધારા પર ખરી ઊતરીશ એની હું બાંયધરી આપું છું.

2008થી પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી 12 વર્ષ સુધી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું.
2008થી પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી 12 વર્ષ સુધી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું.

પત્રકારત્વની સાથે સમાજનાં સેવાકીય કાર્યો
મનીષા આહીર (વોર્ડ નંબર 15ની ભાજપ ઉમેદવાર)એ કહ્યું હતું કે મારો અભ્યાસ બીએ સાથે પીજી ઇન ડિપ્લોમાં જર્નાલીઝમ (વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી) છે. 2008થી પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી 12 વર્ષ સુધી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું છે. મારે એક 5 વર્ષનો પુત્ર છે. હું પત્રકારત્વની સાથે સામાજિકક્ષેત્રે કારકિર્દી બનાવવા સમાજનાં સેવાકીય કાર્યોમાં જોડાઈ હતી. આહીર સમાજના સમૂહલગ્નમાં પ્રવક્તાથી લઈ મીડિયા સેલ સુધીની તમામ જવાબદારી બદલ બેવાર સાંસદ પૂનમબેન માડમ, ત્રણવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને એકવાર મોરારિબાપુના હસ્તે સન્માનિત થઈ છું.

પત્રકારત્વની સાથે સામાજિકક્ષેત્રે કારકિર્દી બનાવવા સમાજનાં સેવાકીય કાર્યોમાં જોડાઈ હતી.
પત્રકારત્વની સાથે સામાજિકક્ષેત્રે કારકિર્દી બનાવવા સમાજનાં સેવાકીય કાર્યોમાં જોડાઈ હતી.

યુવા પેઢીએ રાજકારણમાં આવી યોગદાન આપવાની મળેલી તકનું સન્માન
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હું યુવા પેઢીએ રાજકારણમાં આવી યોગદાન આપવામાં મળેલી તકનું સન્માન કરું છું. મોદીજીના સ્વચ્છતા અને શિક્ષણ જેવા અભિયાન (બેટી બચાવો, બેટી પઢાવો, પઢેગા ઇન્ડિયા તભી બઢેગા ઇન્ડિયા)થી પ્રેરિત થઈ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ CR પાટીલજીએ યુવા પેઢીને ટિકિટ આપી કોર્પોરેશનની કમાન સોંપવાનો નિર્ણય આવકારદાયક સમજુ છું. આનંદની વાત છે કે 2021ની કોર્પોરેશની ચૂંટણીની ઉમેદવાર છું. વિજય બની ચોક્કસ નારીશક્તિ અને વોર્ડ સમસ્યાને લાગતાં તમામ કામોના નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ.

આહીર સમાજના સમૂહલગ્નમાં પ્રવક્તાથી લઈ મીડિયા સેલ સુધીની તમામ જવાબદારી નિભાવી.
આહીર સમાજના સમૂહલગ્નમાં પ્રવક્તાથી લઈ મીડિયા સેલ સુધીની તમામ જવાબદારી નિભાવી.

મહિલા ઉમેદવાર મનીષાનું કોર્પોરેશન બીજું વર્કહોમ
તેમણે વધુમાં કહ્યું હતું કે કોર્પોરેટર તરીકેનો નવો અભ્યાસ કહી શકાય, પણ કોર્પોરેશન તો મારું બીજું વર્કહોમ રહ્યું છે અને હવે 5 વર્ષ રહેશે. હું પ્રદેશ અધ્યક્ષ અને તમામ ધારાસભ્યોનો પણ આભાર માનું છું. ભલે આ પહેલું વર્ષ હોય, પણ છેલ્લું નહિ રહે, કામથી તો ભગવાનને પણ ખુશ કરી શકાય છે તો મતદારો ચોક્કસ ખુશ થશે અને રહેશે.

ભાજપે ગર્ભવતી મહિલાને ટિકિટ આપી
સુરત ભાજપના જાહેર થયેલા ઉમેદવારો પૈકી એકમાત્ર ગર્ભવતીને ટિકિટ મળતાં મહિલા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છ મહિનાના ગર્ભ સાથે ચૂંટણીજંગમાં કૂદનાર રાજશ્રી મૈસૂરિયાએ કહ્યું હતું કે પક્ષે મારા પર ભરોસો મૂક્યો છે; મારી સાથે કાર્યકરોએ મને તથા મારા ગર્ભસ્થ બાળકને જિતાડવા માટે સંકલ્પ લીધા છે. હું પણ કાર્યકરો અને મારા પર વિશ્વાસ મૂકનારા પક્ષ-પ્રમુખ પાટીલસાહેબની વિચારધારા મુજબ જીતીને પ્રજાના પ્રશ્નોને વાચા આપીશ.

કોરોના વોરિયરને ભાજપે ટિકિટ આપી
સુરતમાં 25 વર્ષથી નર્સિંગ તરીકે સેવા આપી 2019માં રાષ્ટ્રપતિના હસ્તે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ અવૉર્ડ લેનાર કૈલાસબેન સોલંકીને ભાજપે ટિકિટ આપી છે. કોરોનાકાળ દરમિયાન પણ કોરોના વોરિયર તરીકે કામગીરી કરી હતી. કૈલાસબેનને વોર્ડ નંબર 22માં ટિકિટ મળી છે. કૈલાશબેને મહિલાઓનું શોષણ અટકાવવા પાછળ કામગીરીને વધારે પ્રાધાન્ય આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ટેક્સટાઇલનું મજૂરીકામ કરનારને AAPની ટિકિટ
મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે દરેક પક્ષે પોતાના ઉમેદવાર જાહેર કરી છે, જેમાં કોઈ કરોડોની સંપત્તિના આસામી છે તો કોઈ પરિવારના ભરણપોષણ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવા જ એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, જેમણે આપ પાર્ટીએ 17 નંબર વોર્ડના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. દિવસે સંયુક્ત પરિવારના ગુજરાન માટે ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરતાં ધર્મેશભાઈ ભંડેરી રાત્રિ દરમિયાન પોતાના મતવિસ્તારમાં મત માગતા કહે છે કે સિસ્ટમમાં બદલાવ ઈચ્છતા હોઈએ તો સિસ્ટમમાં દાખલ થવું જ પડે છે. મને રાજકારણનો કોઈ શોખ નહોતો, પરંતુ દિલ્હીમાં કેજરીવાલની સરકારે કરેલા સામાન્ય માણસોનાં કામ અને સુરતમાં સર્જાયેલી તક્ષશિલા અગ્નિકાંડે મને રાજકારણમાં ઊતરવા માટે પ્રેરણા આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો