ચકાસણીની માંગ:રત્નકલાકારે 2 ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યા, બંને રિપોર્ટ જુદા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના મોટાભાગના રેપિડ સેન્ટર બંધ

કોરોનાની બીજી વેવ થાળે પડ્યા બાદ કારખાનાઓમાં કર્મીઓને કોવિડ ટેસ્ટિંગ કરાવીને આવવાનો આગ્રહ કરાઇ રહ્યો છે. જોકે, પાલિકાએ મોટાભાગના એન્ટિજન ટેસ્ટિંગ બૂથ બંધ કરી દીધા હોવાથી કર્મચારીઓને રૂપિયા ખર્ચવાની નોબત પડી રહી છે. હીરા કંપનીના એક કારીગરે નોકરી પર જવા માટે કોઈ પણ લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ કરાવ્યો હતો. ટેસ્ટ પોઝિટવ આવતા તેણે શંકા ગઈ જેથી તેણે બીજા દિવસે ફરી રિપોર્ટ કરાવતાં તે નેગેટિવ આવ્યો છે. જેથી કર્મીએ બે રિપોર્ટની વિસંગતતાને લઈ શહેરની લેબોરેટરીઓ કઇ પદ્ધતિએ કામ કરી રહી છે તેની ચકાસણીની માંગ સાથે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

રત્નકલાકાર ચિંતનભાઇ કોવિડ પ્રોટોકોલ મુજબ નોકરી પ્રવેશ પહેલાં કોરોના ટેસ્ટિંગ કરાવ્યો હતો. એમણે 8જૂનના રોજ યોગીચોક નજીકની લેબમાં સેમ્પલ આપતા કોઈપણ લક્ષણ ન હોવા છતાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. જો ખાનગી તબીબે રિપોર્ટ અંગે શંકા વ્યક્ત કરતા એમણે બીજા દિવસે સરથાણાની અન્ય એક લેબમાં ફરીથી રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.જેથી તેમણે પાલિકા કમિશનર, મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગને તપાસ માટે લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...