તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:જય જવાન નાગરિક સમિતિ 13 શહીદ જવાનોના પરિવારોને 2-2 લાખ આપશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 જુલાઇએ વર્ચ્યુઅલ સમારોહમાં 3 પરિવારોને રૂબરૂ બોલાવાશે

જય જવાન નાગરિક સમિતિ દ્વારા દર વર્ષે ગુજરાતના જે જવાનો શહીદ થયા હોય તેમના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે છે. આ વખતે પણ 26મી જુલાઈ કારગીલ દિન નિમિત્તે સૌરાષ્ટ્ર ભવન વરાછા મિનીબજાર ખાતે વર્ચ્યુઅલ સમારોહમાં ત્રણ પરિવારોને રૂબરૂ બોલાવીને 2-2 લાખની સહાય કરવામાં આવશે.તે ઉપરાંત અત્યાર સુધી પાંચ ટીમો દ્વારા 11 પરિવારોને તેમના વતનમાં જઇને બે-બે લાખની સહાય પહોંચાડાઇ છે. જય જવાન નાગરિક સમિતિના કન્વીનર કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે આ વખતે કોરોનાને ધ્યાનમાં લઈને વર્ચ્યુઅલ કાર્યક્રમ કરવામાં આવશે.

કાર્યક્રમ સ્થળે ખૂબ જ લિમિટેડ સંખ્યામાં લોકોની હાજરી હશે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જઈને અમારી પાંચ ટીમોએ શહીદ પરિવારોને ધન રાશિ પહોંચથી કરી દીધી છે.માત્ર ત્રણ પરિવાર અહીં હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત કદાચ રાષ્ટ્રીય કક્ષાએ સહિદ થયેલા અન્ય બે જવાનોના પરિવારોને પણ બોલાવવાની વિચારણા થઈ રહી છે શક્ય હશે તો વધુ બે શહીદ જવાનોના પરિવારો પણ સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જય જવાન નાગરિક સમિતિમાં ખર્ચ ખાતુ રાખવામાં આવ્યું જ નથી કારણ કે દર વર્ષે શહીદ પરિવારોને અહીં સુધી લાવવાનો તેઓને રહેવા જમવાથી લઈને બધી જ સગવડ દાતાઓ તરફથી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...