તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ક્રુટિની:વર્ષ 20-21ની ITની નોટિસના જવાબ ઓનલાઇન આપવા પડશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના કાળમાં આઇટીએ નોટિસો કાઢી નહોતી

આઇટી વિભાગે કોરોના કાળની નોટિસો નહીં કાઢી માનવીય અભિગમ અપનાવ્યો છે. કોરોના કાળ એટલે કે એસેસમેન્ટ યર 2019-20ની સ્ક્રુટિની નોટિસો ભાગ્યે જ નિકળી છે. આ આખુ વર્ષ બાદ કરી આઇટીએ હાલ એસેસમેન્ટ યર 2020-21ની સ્ક્રુટિની નોટિસો ઇશ્યુ કરવાની શરૂઆત કરી છે. આઇટીમાં હાલ રિઓપન અને સ્ક્રુટિની એમ બંને નોટિસ ઇશ્યુ કરાઈ છે. જેનું હવે એસેસમેન્ટ કરાશે. આકારણીની નવી સિસ્ટમ મુજબ દેશના કોઇપણ ખૂણે સુરતના કેસોનું હિયરિંગ થશે અને કરદાતાએ ઓનલાઇન જવાબ આપવા પડશે.

એસેસમેન્ટ ક્યાં સુધી ચાલશે
સી.એ. આલમ કહે છે કે અગાઉ એસેસમેન્ટની તા. 31 ડિસેમ્બર હતી જે કોરાના કાળના લીધે લંબાવી 31મી માર્ચ 2022 કરાઈ છે. સી.એ. તિનિશ મોદી કહે છે કે અગાઉ છ વર્ષના કેસ રિઓપન કરાયા હતા. ત્યારબાદ તેની સાથે જ દિલ્હીથી સ્ક્રુટિની નોટિસ પણ ઇશ્યુ કરાઈ છે.

જમીનને લગતી નોટિસો વધુ નીકળી રહી છે
જમીન કે મકાન વેચાણ પર કેપિટલ ગેઇન ભરવામાં ભૂલ થઈ હોય કે ભરાયો જ ન હોય તેવી નોટિસો નિકળી છે.

અન્ય સમાચારો પણ છે...