તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇટીમાં પોર્ટલના ધાંધિયા યથાવત:પત્નીએ પતિને આપેલી ગિફ્ટમાં પણ આઇટી વિભાગે ટેક્સ કાઢયો

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં ઇન્કમ ટેક્સની લાખો બોગસ નોટિસો નીકળી

આઇટીમાં પોર્ટલના ધાંધિયા યથાવત છે. અગાઉ રિર્ટન ફાઇલ સમયે થતી સમસ્યાનું નિવારણ આવ્યુ નથી ત્યાં હવે તદન ખોટી નોટિસો ઇશ્યુ થઈ રહી છે. છેલ્લાં બે દિવસથી 50 હજારથી વધુ નોટિસો ઇશ્યુ થઈ છે.

કરદાતા આ નોટિસ ખોટી છે તેનો યોગ્ય રિપ્લાય પણ આપવાની સ્થિતિમાં નથી. સી.એ. તિનિશ મોદી કહે છે કે કાયદાની ઉપરવટ જઈ હાસ્યાસ્પદ નોટિસો નિકળી રહી છે. સિસ્ટમ એરરથી આ બની રહ્યું હોવાનું લાગે છે. તેમાં એવી પણ અનેક છે જેમાં પત્નીએ પતિને કોઇ ગીફ્ટ આપી હોય, તેની પર પણ ટેક્સ કાઢવામાં આવ્યો છે. ખરેખર તો તેની પર ટેક્સ બનતો જ નથી.

રિટર્ન ભરાયા બાદ નોટિસો શરૂ થઈ
ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઇશ્યુ કરાઇ રહેલી આવી નોટિસો વિશે સી.એ. પારસ શાહના જણાવ્યા મુજબ તાજેતરમા ભરાયેલાં રિટર્ન બાદ ઇન્ક્મ ટેક્સ એક્ટની કલમ 143 (1)(એ) હેઠળની નોટિસો શરૂ થઈ છે. જે સિસ્ટમ એરરના લીધે છે, ખોટી નોટિસો છે. ઉલ્લેખનીય છે કે આ નોટિસોમાં એક રીતે એડિશન કેમ ન કરવું એનો જ સીધો સવાલ કરાયો છે. અનેક કારણો સાથેની આ નોટિસના લીધે કરદાતાઓ હાલ પરેશાન છે.

કેવા-કેવા કારણસર નોટિસો નીકળી

  • એક લાખની આવક થતી હોય અને ઝીરો રિટર્ન ફાઇલ કર્યું હોય તો એક લાખની આવક પર પણ ટેક્સ માગવામાં આવ્યો છે
  • પાકતી મુદતની એલઆઇસીના કેસમાં પણ ટેક્સ કાઢવામાં આવ્યો છે, જે ટેકનિકલી ખોટી બાબત છે.
  • આવક અને જાવકના કેસમાં વેપારીને નુકશાનીનું રિટર્ન ભર્યું તો તેમાં પણ નુકશાની ડબલ કરીને બાદ થતી રકમનો પણ લાભ ન આપીને ટેક્સ કાઢવામાં આવ્યો છે
અન્ય સમાચારો પણ છે...