સંકલનની બેઠક:સંકલનની બેઠકમાં બેરોજગારીનો મુદ્દો ઉઠ્યો 10 હજાર યુવકોએ નોકરી માટે અરજી કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને શનિવારે મળી હતી. કોરોનાના કારણે બેરોજગારી વધી હોવાનું બહાર આવ્યું છે. 10 દિવસમાં 10 હજાર યુવકોએ નોકરી માટે અરજી કરી છે.

ધારાસભ્ય વિવેક પટેલે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વધુમાં વધુ નોકરીવાંચ્છું યુવાનોને રોજગારી મળે એ દિશામાં પ્રયાસો કરવા જણાવ્યું હતું. કોરોનાકાળમાં રોજગાર કચેરી દ્વારા યોજાયેલા રોજગાર મેળાઓ અને કારકિર્દી માર્ગદર્શન વેબિનાર અંગે વિગતો માંગી હતી, જેના પ્રત્યુત્તરમાં રોજગાર અધિકારીએ અનુબંધમાં એપ્લિકેશન અને પોર્ટલ પર છેલ્લાં 10 દિવસમાં 10 હજાર નોકરીવાંચ્છું ઉમેદવારોએ તેમજ 1 હજાર નોકરીદાતાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું .

બેઠકમાં ધારાસભ્ય ઝંખના પટેલે હજીરા-ડુમસમાં પ્રવાસન કેન્દ્ર વિકસાવવા રજૂઆત કરી હતી. ઉપરાંત, હજીરા દરિયા કાંઠે ગણેશ વિસર્જન સમયે વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સ, મોબાઈલ ટોઇલેટ અને સેફટી બોટ મૂકાવવા જણાવ્યું હતું.

લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કડક કાર્યવાહી કરો
ધારાસભ્ય અરવિંદ રાણાએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ હેઠળ કડક કાર્યવાહી કરવાં ભારપૂર્વક જણાવ્યું હતું. આ સિવાય કોર્પોરેટ ગૃહો સીએસઆર ફંડની રકમનો ઉપયોગ સુરત જિલ્લા માટે કરે તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...