તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:રન-વેને નડતરરૂપ બિલ્ડિંગોનો મુદ્દો સપ્તાહમાં ઉકેલાશે: પાટીલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લેટધારકોને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી કરાશે
  • બધા બિલ્ડરોએ ખોટું નથી કર્યું, તો ખોટું કોણે કર્યું: રહીશો

વિમાન ઉતરાણમાં નડતરરૂપ હાઈરાઇઝ બિલ્ડિંગોની વિવાદી ઊંચાઈને 30 નવેમ્બર સુધીમાં દૂર કરવા હાઈકોર્ટે આદેશ કર્યા બાદ વિવિધ પ્રોજેક્ટના ડેવલપર્સ દોડતા થઈ ગયા હતાં. ત્યારે શુક્રવારે શહેરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ સાંસદ સી. આર. પાટીલે આ વિવાદનો સપ્તાહમાં ઉકેલ લાવવા પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. પાટીલે કહ્યું કે, જે તે સમયે હાઈટ માપવાના જે યંત્રો હતાં એના કારણે ચોક્કસ હાઈટ મપાઈ નથી. એટલે કદાચ બધા જ બિલ્ડરો ખોટું કરવા માંગતા હતા તેવું પણ નથી. પરંતુ ફ્લેટ લેનારા તમામ લોકોને પણ અન્ય ન થાય તે પ્રકારના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.

આ મુદ્દે દિલ્હી ખાતે DGCAને મળીને પણ રજૂઆત કરવામાં આવશે. સાથે જ નવા ઉડ્ડયન મંત્રીને મળી વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ કરાશે. અત્રે નોંધનીય છે કે નડતરરૂપ બિલ્ડિંગની વિવાદી હાઈટ તથા ઇનવેલીડ NOC મામલે નામદાર કોર્ટ પણ ખફા છે અને સુરક્ષાના ધોરણે તાકીદે કાર્યવાહી કરી સમગ્ર એક્શન રિપોર્ટ 2જી ડિસેમ્બર સુધીમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. રહીશોએ હાલમાં જ PMOમાં 5 હજાર જેટલા ઇ-મેઇલ કરી નિરાકરણ ન આવે તો સ્યુસાઈડ નોટ મોકલવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. હવે જોવું એ રહ્યું કે પાટીલના કહ્યા મુજબ બધા જ બિલ્ડરોએ ખોટું નથી કર્યું તો ખોટું કોણે કર્યું તે બાબત પણ સામે લાવવા રહીશોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...