તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શાકભાજી માર્કેટ પાસે દબાણ પોલિસી, રૂંઢના કન્વેન્શનલ બરાજનો મુદ્દો ગાજ્યો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્યો-સાંસદોની પાલિકાની ઓનલાઇન સંકલન બેઠક યોજાઇ
 • અમરોલી-નવી પારડી હાઇવે સુધીનો રોડ પહોળો કરી ઝડપી પૂર્ણ કરવા સૂચન

શનિવારે પાલિકાની વીડિયો કોન્ફરન્સથી મળેલી ધારાસભ્યો-સાંસદ સભ્યોની બેઠકમાં શાકભાજી માર્કેટ બહારના દબાણનો મુદ્દો ગાજ્યો હતો. તેમજ છ મહિનાથી બંધ માતૃવંદના યોજનાની કામગીરી શરૂ કરવા સાથે અમરોલીથી નવી પારડી સુધી નેશનલ હાઇવેને જોડતા રોડને પહોળો કરી કારપેટ કરવા સાથે રૂંઢ-ભાઠા પર કન્વેશનલ બરાજ, વેડ-વરિયાવ સહિતના બ્રિજના કામો મુદ્દે ચર્ચા થઇ હતી. સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મુદ્દે રજૂઆત કરી હતી.

આ અંગે કમિશનરે યોજનાની અમલવારી શહેરના તમામ આરોગ્ય સેન્ટરમાંથી ઝડપથી કરવા ખાતરી આપી હતી. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મક્કાઇપુલ પર ભરાતા શાકભાજી બજાર સાથે વિવિધ શાકમાર્કેટ બહાર થતાં દબાણ અટકાવવા પોલિસી બનાવવા માંગ કરી હતી. જહાંગીરપુરા-સારોલી બ્રિજ, વેડ-વરિયાવ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને કન્વેનશલ બરાજ પ્રોજેક્ટમાં આગળ વધવા પણ તાકીદ કરી હતી.

ધારાસભ્ય વિનુ મોરડિયાએ કતારગામમાં શાકભાજી માર્કેટ બહાર થતાં દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે માર્કેટમાં પગપાળા પેટ્રોલિંગની રજૂઆત કરી હતી. તેમજ અમરોલીથી ગોથાણ થઇ નવી પારડી નેશનલ હાઇવે સુધી જોડતા રોડને પહોળો કરી કારપેટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. સંકલન બેઠકમાં ધારાસભ્ય ઝંખના પટેલ ઓનલાઇન બેઠકમાં ક્નેક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવતા મૌખિક પ્રશ્ન પૂછી શક્યા ન હતા. તેઓ ડુમસ-ભીમપોરમાં રખડતા ડુક્કર અને કૂતરાનો ત્રાસ હોઇ છેલ્લા 3 વર્ષથી ઉઠાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. ઝંખનાબેને કહ્યું કે, અગાઉ તો 1 વર્ષના બાળકને ડુક્કર ઉઠાવી ગયો હતો. જેથી આ મુદ્દે ઝડપથી નિરાકારણ થવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો