કોરોના ઇફેક્ટ:સ્ટ્રેટેજીક મીટિંગ બાદ માર્કેટો ખોલવા મુદ્દે નિર્ણય લેવાશે: પાલિકા કમિશનર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાપડ-હીરા માર્કેટને ખોલવા મુદ્દે ચેમ્બરના વેબિનારમાં ચર્ચા કરાઇ

રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ અને મહિધરપુરા ડાયમંડ માર્કેટને ખોલવા અંગે ચેમ્બર દ્વારા આયોજિત વેબિનારમાં પાલિકા કમિશનર બી.એન.પાનીએ જણાવ્યું હતું કે, આંતરિક વિભાગીય સ્ટ્રેટેજીક મિટીંગ કરીને ટેક્સટાઈલ માર્કેટ ખોલવા અંગે વિચારણા કરીશું.
પાલિકા કમિશનરે જણાવ્યુ હતુ કે, ટેક્સટાઈલ માર્કેટ સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં છે. લિંબાયત ઝોન કોરોના હોટસ્પોટ હોવાથી વધારે લોકોે ચેપગ્રસ્ત થવાની શકયતા છે. વરાછા અને મહિધરપુરા હીરાબજારમાં પણ ખૂબ જ ભીડ જોવા મળે છે. આથી ભવિષ્યમાં તંત્રને મેનેજ કરવું અઘરુ થઇ શકે છે. આથી પોઝિટીવ કેસવાળા વિસ્તારોને રિવિઝીટ કરી એકયુટ રિસ્પેરીટી ઇન્ફેક્‌શનના કેસ ન આવતા હોય તો કન્ટેન્મેન્ટ એરીયા વિશે વિચાર કરીશું. અત્યારે રિવર્સ માઇગ્રેશન થઇ રહયું છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્રથી લોકો પાછા આવી રહયાં છે. સુરતની ઇકોનોમી ચાલશે પણ તેના પહેલા પ્રોટોકલ નકકી કરવો પડશે. જેથી કરીને કોઇને ચેપ ન લાગે. વર્કપ્લેસ અંગેની પાલિકાની માર્ગદર્શિકાને ઉદ્યોગકારોએ એકમો શરૂ કરતાં પહેલાં અનુસરવાની રહેશે.
ચેમ્બરની માંગણી

  • ટેક્સટાઈલ-ડાયમંડ માર્કેટને ખોલવા, રાજમાર્ગ પર જવેલરી શો રૂમ સહિતની દુકાનોને ખોલવા મંજૂરી આપો
  • પાલિકા વર્ષના પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપે, ઇન્ડસ્ટ્રી તથા ઓફિસ-દુકાનોમાં સેનિટાઇઝેશન માટે સહાય કરે.
  • કન્ટેનમેન્ટ વિસ્તારમાં બંધ બેંકો અને એટીએમને લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખોલવા પરવાનગી આપવામાં આવે તથા બેંકોમાં પ્રોપર્ટી લીઝ કરીએ ત્યારે રીયલ એસ્ટેટના અગ્રણીઓને પાલિકાનો ટેક્સ ઘણો વધારે લાગતો હોવાથી તેમાં પણ ઘટતું કરવું જોઇએ.
અન્ય સમાચારો પણ છે...