તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી વિઝા-પાસપોર્ટ કેસ:સુરતના મોટા વરાછાનો ઇરફાનના છેડા પાકિસ્તાન અડ્યાં, સાઉથ આફ્રિકામાં રહેતી પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હોવાનું ખુલ્યું

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ઇરફાનની તસવીર - Divya Bhaskar
આરોપી ઇરફાનની તસવીર
  • ઈરફાનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, પાકિસ્તાની મહિલા એજન્ટ સા. આફ્રિકામાં રહે છે
  • આરોપી સોશિયલ મીડિયા પર અલગ અલગ ગ્રુપ બનાવી એજન્ટો સાથે ચેટિંગ કરતો હતો

નકલી વિઝા-પાસપોર્ટમાં પકડાયેલા મોટા વરાછાના જાદવત ફળિયામાં રહેતા મોહંમદ ઇરફાન ઐયુબ ઈસ્માઈલ પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. આ મહિલા એજન્ટ હાલમાં દ.આફ્રિકામાં રહેતી હોવાની વાત સામે આવી છે. મોહંમદ ઈરફાનનો ભાઈ અને એક બહેન પણ દ. આફ્રિકામાં રહે છે. જેમાં ભાઈનું થોડા દિવસો પહેલા હાર્ટ એટેકમાં અવસાન થયું હતું.

ઇરફાનના અલગ અલગ વોટસએપ ગ્રુપ બનાવી એજન્ટો સાથે ચેટિંગ કરતો હતો તેમજ તે વોટસએપ કોલીંગથી વાત કરતો. એટીએસએ તેનો મોબાઇલ કબજે લીધો છે. મોબાઇલમાં પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે ચેટિંગ કરતો હોવાના પુરાવા હાથ લાગ્યા છે. એટીએસે તેના 5 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. ઈરફાન 3 માસ પહેલા પણ અમરોલી પોલીસમાં ચીટીંગના ગુનામાં પકડાયો હતો. જેમાં કેનેડા મોકલવાના નામે લાખોની રકમ પડાવી હતી.

સુરતના ગેંગરેપ કેસ સંદર્ભે એટીએસ ઈરફાનની પૂછપરછ કરે તેવી શક્યતા
સુરતમાં વર્ષ 2009માં વિદ્યાર્થિની ગેંગરેપની ચકચારિત કેસમાં રિટાયર પીઆઈ પુત્ર શાહિદ સૈયદ બાંગ્લાદેશ થઈ પાકિસ્તાન ભાગી ગયો હોવાની આશંકા લાગી રહી છે. જેમાં મોહંમદ ઇરફાનનો હાથ છે કે કેમ તે બાબતે પણ ગુજરાત એટીએસ તપાસ કરશે. ગેંગરેપનો આરોપી શાહિદ નિઝામુદ્દીન સૈયદને આજીવન કેદની સજા થઈ હતી. જેમાં તે 14-10-2015 પેરોલ પર 15 દિવસ માટે છુટ્ટયો હતો. પછી 29-10-2015થી તે ફરાર થયો હતો. હાલમાં આરોપી શાહિદ સૈયદ 68 મહિનાથી ફરાર છે. ઉપરાંત અંકલેશ્વરમાં થોડા દિવસો પહેલા અકબર નામના બાંગ્લાદેશની હત્યા થઈ હતી. આ કેસમાં 4 હત્યારાઓ પૈકી 3 હત્યારાઓ બાંગ્લાદેશી પકડાયા હતા. આ કેસમાં અકબરની બાબતે મોહંમદ ઇરફાનની પૂછપરછ કરશે.

રિમાન્ડના મુદ્દા

  • આરોપીના મકાનમાંથી બીજાના નામના ત્રણ પાસપોર્ટ, 21 પાસપોર્ટની ઝેરોક્ષ અને 26ની વિઝાની નકલો મળી આવી છે, જે રાખવાનો હેતુ છે એ જાણવું છે.
  • પાસપોર્ટ - વિઝાની ઝેરોક્ષ શા માટે રાખવામાં આવી.
  • કોના-કોના બોગસ વિઝા તેમજ પાસપોર્ટ બનાવ્યાની તપાસ કરવાની છે.
  • સહિ-સિક્કા ક્યાં બનાવ્યા, કોણે-કોણે આરોપીને મદદ કરી હતી.
  • આરોપી સામે મહેસાણા, મુંબઇ, વડોદરા, સુરત, ભરૂચ માં ચિટિંગ અને ચેક બાઉન્સના કેસ છે.