તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Institute Of The Netherlands In Surat Gave 21 Students For The Preservation Of The Environment By Making Waste Bicycles The Best

સ્વાસ્થ્ય માટે સાયકલ:​​​​​​​સુરતમાં નેધરલેન્ડની સંસ્થા દ્વારા વેસ્ટ સાયકલોને બેસ્ટ બનાવીને પર્યાવરણની જાળવણી માટે 21 વિદ્યાર્થીઓને આપી

સુરત4 દિવસ પહેલા
ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને સાયકલો આપવામાં આવી હતી.
  • ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી

સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી રિસાયકલ પ્રોજેક્ટ કાર્યરત છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં બધું કામ થઈ શક્યું નથી. પરંતુ આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનો પૂરવાર થઈ શકે એમ છે. નેધરલેન્ડની સંસ્થા BYCS દ્વારા દુનિયાના મોટા શહેરોમાં લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરતા થાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંસ્થાના પ્રતિનિધિઓ શહેરમાં બિન ઉપયોગી થયેલી સાયકલો ને એકત્રિત કરે છે, ત્યારબાદ તેને રીપેરીંગ કરીને જરૂરિયાતવાળા વ્યક્તિને આપવામાં આવે છે.

ભંગાર થયેલી સાયકલને રિપેર કરીને ફરીથી તૈયાર કરવામાં આવી હતી.
ભંગાર થયેલી સાયકલને રિપેર કરીને ફરીથી તૈયાર કરવામાં આવી હતી.

શાળાએ જતા બાળકોને સાયકલ અપાઈ
મિનિ બજાર ખાતે આવેલા સૌરાષ્ટ્ર સમાજ વાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧ જેટલા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વખતે સાયકલ તેમને આપવામાં આવી હતી. જો કે સંસ્થા દ્વારા માત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવશે એવી કોઈ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા નથી. પરંતુ હાલ કોરોના સંક્રમણને કારણે અનેક પરિવારોની આર્થિક મુશ્કેલી વધી છે, ત્યારે બાળકોને પોતાના સ્કૂલ કે ટ્યુશનમાં જવા માટે મદદરૂપ થઈ શકવાના આશયથી સાયકલ આપવામાં આવી છે. આ બાળકોને એક વર્ષ સુધી સાયકલ આપવામાં આવી છે. આ સાયકલના તેઓ કોઈને વેચી શકશે નહીં.જો તેમને ઉપયોગી ન થતી હોય તો ફરીથી તેમણે આ સંસ્થાને પરત આપવાની રહેશે તેમજ એક વર્ષ દરમિયાન 5 જેટલા વૃક્ષો વાવવાના રહેશે.

સાયકલ લેનાર બાળકોને વૃક્ષો વાવવાનું જણાવવામાં આવ્યું હતું.
સાયકલ લેનાર બાળકોને વૃક્ષો વાવવાનું જણાવવામાં આવ્યું હતું.

પર્યાવરણને ધ્યાનમાં રાખીને કોન્સેપ્ટ તૈયાર થયો
રી સાઈકલ પ્રોજેક્ટના સભ્ય સુરેશ જૈનને જણાવ્યું કે, UNO સાથે રહીને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પર્યાવરણના જતન ને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નવો કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરાયો છે. સંસ્થા દ્વારા 2030 સુધીમાં મોટા શહેરોમાં 50 ટકા લોકો સાયકલનો ઉપયોગ કરતા થાય તે પ્રકારની જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરાયું છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં વધુ કામ કરી શક્યા નથી પરંતુ હવે સ્થિતિ સુધરી છે ત્યારે અમે ધીરે ધીરે આ પ્રોજેક્ટ ને ખૂબ ઝડપથી આગળ લઈ જવાની તૈયારી કરી છે.