કોર્સ:સીએ મેમ્બર માટે ઈન્સ્ટીટયૂટના ઘણા પોસ્ટ ડિપ્લોમા કોર્સ પણ હોય છે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌથી પહેલો ફાઉન્ડેશન કોર્સ હોય છે, જે સીએનું પહેલું લેવલ હોય છે. ફાઉન્ડેશન કોર્સ સામાન્ય રીતે કોમન પ્રોફેશન્સી ટેસ્ટ. જે ઓબેજીક્ટિવ આધારિત પરીક્ષા હોય છે. જે ચાર વિષયને કવર કરે છે. જો તમે એકવાર ફાઉન્ડેશન કોર્સ પાસ કરી લો તો ઈન્ટરમિડિયેટ માટે રજિસ્ટર કરવા લાયક ગણાશો. ઈન્ટરમિડિયેટમાં બે ગૃપ હોય છે. એ પછી ફાઈનલ સીએ કોર્સ હોય છે. જે વિદ્યાર્થીએ ગ્રેજયુેશન અને પોસ્ટ ગ્રેજયુએશન પૂર્ણ કર્યું અને 60%થી ઉપર હોય તો તેઓ ફાઉન્ડેશનનાં બદલે ડાયરેક્ટ ઈન્ટરમિડિયેટમાં રજિસ્ટર કરાવી શકે છે. સીએ પાસ કર્યા પછી પણ તમારે પાસે ઘણી તકો હોય છે.

સીએ બન્યા પછી તમને પોતાની પ્રેકટીસ કરી શકો છો, કોઈ સીએ ફર્મ સાથે જોડાઈ શકો છો, આંત્રપ્રિન્યોર બની શકો છો તેમજ બીજા કોર્સ પણ કરી શકો છો જેમ કે યુપીએસસી, મેનેજમેન્ટ. તમારે એક વખત દરેક પ્રકારના સ્ટાર્ટઅપના કાયદાઓ વાંચી લેવી જોઈએ કે કયા સ્ટાર્ટઅપમાં કઈ સબસિડી મળે છે. અને એ પછી સ્ટાર્ટઅપ કરનાર વ્યક્તિને ગાઈડ કરી શકો છો. આ રીતે સ્ટાર્ટ અપ કન્સલ્ટન્ટ પણ બની શકો છો. હાલમાં આ ક્ષેત્રમાં ઘણો સ્કોપ છે. સીએ ફ્રોડ ડીટેકસન સાથે પણ જોડાઈ શકે છે. નાણાકીય ફ્રોડને અટકાવવામાં મદદ કરી શકો છો. સીએ મેમ્બર માટે ઈન્સ્ટીટયૂટના ઘણા પોસ્ટ ડિપ્લોમા કોર્સ પણ હોય છે ઈન્સ્યોરન્સ રિસ્ક મેનેજમેન્ટ, ઈન્ટરનેશનલ ટેકસેશન. જે સ્પેશિયલાઈઝેશન માટે હોય છે.

અન્ય સમાચારો પણ છે...