તપાસ:વિધર્મી યુવક આશરો આપનાર હિંદુ પરિવારની દીકરીને જ ભગાવી ગયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુણામાં રહેતા પરિવારને 3 મહિના પહેલાં બંનેના પ્રેમસબંધની જાણ થતાં આરોપીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, પોલીસે તપાસ હાથ ધરી

જે હિંદુ પરિવારે એક નિરાશ્રિત વિધર્મી યુવકને આશરો આપ્યો તે જ પરિવારની 17 વર્ષીય પાયલ (નામ બદલ્યું છે)ને પ્રેમમાં ફસાવી અપહરણ કરીને નાસી ગયો છે. પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પુણામાં શ્રમજીવી પરિવારે 3 વર્ષ પહેલાં શાબાન મોહમદ ઉર્ફ બેટરી (25 વર્ષ)ને આશરો આપ્યો હતો. શાબાન વિસ્તારમાં એકલો હોય ગમે ત્યાં રહેતો હતો. તેનું કોઈ વાલીવારસ ન હતું. તેથી પાયલની બહેન અને માતાએ તેને ઘરમાં આશરો આપ્યો હતો. શાબાન પાયલના ઘરમાં જ પરિવાર સાથે પરિવારના સભ્ય જેવો રહેતો હતો.

3 મહિના પહેલા ખબર પડી કે શાબાન અને પાયલ વચ્ચે પ્રેમસંબંધ છે. તેથી પાયલના પરિવારે શાબાનને ઘરમાંથી કાઢી મુક્યો હતો. ત્યાર બાદ તે ક્યાં રહેતો હતો તેની કોઈને ખબર ન હતી. 9 સપ્ટેમ્બરે પાયલ ઘરેથી એકાએક ગુમ થતા પરિવારે તેને શોધી પરંતુ તે મળી ન હતી. દરમિયાન પાયલની મોટી બહેન શિરડી ખાતે રહેતી હોવાથી તેણીએ પાયલ અને શાબાનને ત્યાં ફરતા જોયા હતા. આ બાબત સાબિત કરવા તેણીએ ફોટો અને વીડિયો પણ લઈ લીધો હતો. બાદમાં પરિવારે સુરત અને શેરડીમાં શોધખોળ કરતાં ન મળતા આખરે મોટી બહેને પુણા પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...