તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કુખ્યાત લાલુ જાલીમ ગેંગે મકાન પડાવવા વેપારીનાં પુત્રનું અપહરણ કરી માર માર્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
યક્ષ પટેલ - Divya Bhaskar
યક્ષ પટેલ
  • કતારગામનાં મકાન માટે વીડિયો કોલ કરાવી લાલુ પાસેથી ધમકી અપાવી

મકાન પડાવી લેવા માટે લાલુ જાલીમની ગેંગે કતારગામના વેપારીના પુત્રનું અપહરણ કરી તેને માર માર્યો હતો. આ ઘટના 11મી તારીખે બની હતી. જેની ફરિયાદ મંગળવારે નોંધાઈ હતી.

લાલુ જાલીમ અને નિકુંજ ચૌહાણ
લાલુ જાલીમ અને નિકુંજ ચૌહાણ

કતારગામની રંગદર્શન સોસાયટીમાં રહેતો યક્ષ પટેલ પિતા અશ્વિનભાઈ સાથે નવસારીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. યક્ષ 11મી તારીખે સાંજે ઘરે હતો ત્યારે તેનો મિત્ર પ્રિતમ જૈન તેના એક સાગરિત સાથે આવ્યો હતો. જે યક્ષને સોસાયટીના નાકા પર વિવેક અને રવિ શિંદે પાસે લઇ ગયો હતો. જ્યાંથી યશને એક્ટિવા પર બેસાડી કતારગામ કૃષ્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસે લઈ ગયા હતા. જ્યાં આરોપીએ વેપારીના પુત્રને ‘ દિપક જ્યસ્વાલ ક્યાં છે’ કહી વિડીયો કોલ કરી લોખંડનાં પાઇપથી માર માર્યો હતો. આરોપીઓએ લાલુ જાલીમ અને નિકુંજ ચૌહાણને ફોન કરી યશને ધમકી અપાવી હતી. તેઓ યશને માર મારતા હતા તે લાલુ જાલીમ અને નિકુંજને વીડિયો કોલથી બતાવતા હતા.

યક્ષનાં પિતા અશ્વિનનું કતારગામમાં મકાન છે. જે મકાન આરોપીના નામે કરાવી લેવા મારી નાખવાની ધમકી આપી હતી. ઓફિસમાં ગોંધી માર માર્યા બાદ યક્ષને આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોકટરને ઍક્સિડન્ટ થયું બહાનું કાઢયું હતું. સારવાર કરાવી બાદમાં આરોપીઓએ ભાડાની રિક્ષામાં તેને ઘરે મોકલી આપ્યો હતો. યક્ષ પટેલે આરોપી લાલુ જાલીમ, નિકુંજ ચૌહાણ, રવિ શિંદે, વિવેક, પ્રિતમ જૈન તેમજ અન્ય એક શખ્સ વિરુદ્ધ અપહરણ, બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા, ધમકી આપવી, માર મારવાની કલમો હેઠળ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો