તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ સમિતિ:કીમ ડમ્પર દુર્ઘટનામાં તપાસ સમિતિ રચાઈ રહેવાનું મળ્યું હોત તો ઘટના રોકી શકાઈ હોત

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શ્રમિકો માટે વ્યવસ્થાના અભાવે મજૂરો ફૂટપાથ ઉપર સુવા મજબુર: રિપોર્ટ કર્યો
 • મજૂરોને રહેવાની વ્યવસ્થા ન કરનારા સિવિલ કોન્ટ્રાક્ટરો સામે એક્શન લેવા માંગ

તાજેતરમાં કીમમાં સર્જાયેલા ગોજારા અકસ્માતમાં તપાસ સમિતિએ વિવિધ 10 મુદ્દે કલેક્ટરને ઘટતુ કરવાની માંગ સાથે રિપોર્ટ રજૂ કરી કાર્યવાહીની રાવ નાખી હતી.સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના નિયામક ડો. કિરણ દેસાઇ તેમજ અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહ સહિત 9 સભ્યોની તથ્ય તપાસ સમિતિ કીમની ડમ્પર દુર્ઘટનામાં તપાસ કરી રહી હતી. 11મી ફેબ્રુઆરીના રોજ સમિતિએ રિપોર્ટ સાથે જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, રસ્તા ઉપર સુઇ જતાં શ્રમિકો તેમજ તેમનાં પરિવાર માટે તાત્કાલીક આશ્રય ગૃહો બનાવવામાં આવે.

સુરત સહિત વિવિધ મનપા તેમજ નગરપાલિકાઓમાં વ્યવસ્થાના અભાવે મજૂરો રસ્તા અને ફૂટપાથ ઉપર જ રહેવા મજબુર છે. શૌચાલયો, પાણી, આશ્રય ગૃહો તેમજ રેન બસેરા ન બને ત્યાં સુધી શાળાઓ કે કોમ્યુનિટી હોલમાં તેમના માટે રાતવાસો કરવાની વ્યવસ્થાની માગ કરી છે.

તપાસમાં ખુલ્યું છે કે આ મજૂરો માટે રહેવાની વ્યવસ્થા કરી હોત તો આ ઘટનાને નિવારી શકાઇ હોત. તથ્ય તપાસ સમિતિએ શ્રમિક પરિવારોના આશ્રય ગૃહો માટે રાજ્ય સરકાર પાસે 2 હજાર કરોડની જોગવાઇની પણ માંગ કરી છે. સાથે જ જો સ્થાનીક તંત્ર આ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય તો જવાબદાર વિભાગને મજૂર દીઠ 10 હજારનો દંડ કરવાની પણ દાદ મુકી છે. સિવિલ કોન્ટ્રાક્ટરો મજૂરોના રહેવાની વ્યવસ્થા ન કરે તો કાનુની રાહે કાર્યવાહીની માંગ કરી હતી.

60 ટકા મજૂરો રસ્તા પર સૂઈ જાય છે: સરવે
સૂરતમાં મજૂરો પર ટ્રક ફરી વળવાના કિસ્સા બાદ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતોએ જે તથ્ય શોધક અહેવાલ જાહેર કર્યો છે તેમાં જણાવાયું છે કે ગુજરાતમાં કામ કરતાં કુલ મજૂરો પૈકી 60 ટકા મજૂરો રસ્તા પર જ રહે છે અને ત્યાંજ સૂઇ જાય છે.

અર્થશાસ્ત્રી અને સેન્ટર ફોર ડેવલપમેન્ટલ ઓલ્ટરનેટિવ્સના નિયામક ઇંદિરા હિર્વેના અહેવાલને ટાંકીને આ વિગત જણાવાઇ છે. સુરતમાં ફૂટપાથ પર સૂઇ રહેલાં મજૂરોના પરિવાર પર ટ્રક ફરી વળતાં 12ના મોત જ્યારે 4 ઇજાગ્રસ્ત થયાં હતાં. મજૂરોને રાત્રિ રોકાણ માટે ગુજરાતમાં માત્ર 101 સ્થળો છે અને તેમાં 1,700 જેટલાં લોકોને જ રહેવાની સુવિધા છે તેમ આ અહેવાલમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો