દુષ્પ્રેરણા:પ્રેમ લગ્ન કરનાર કોમલને દીકરી જન્મતા સાસરિયાઓ ખુશ ન હતા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુણામાં પાંચ દિવસ પહેલા ગૃહકંકાસમાં આપઘાત કર્યો હતો
  • પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

પુણામાં દીકરી સાથે આત્મહત્યા કરનાર કોમલ પ્રકરણમાં પિતા પ્રકાશે આશિષ ( પતિ), દેવેન્દ્ર (સસરો), રચના (સાસુ), અભિષેક (જેઠ), નિકિતા (જેઠાણી) વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. કોમલે આશિષ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે કોમલના પિતાએ આઠેક લાખનું કરિયાવર આપ્યું હતું. લગ્નના એકાદ વર્ષથી તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. કોમલને દીકરી જન્મતા સાસરિયાઓ ખુશ ન હતા.

કોમલના પિતાએ એટલે સુધી કહ્યું કે નહીં ફાવતું હોય તો કોમલને ડિવોર્સ આપી દેવા
કોમલની ડિલિવરીનો ખર્ચો પણ કોમલના પિતા પાસે માંગ્યો હતો. કોમલને દીકરીનો જન્મ થયો ત્યારે તેઓએ કોમલને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપીને ફરીથી કરિયાવર માંગતા 1 લાખનું સોનું-ચાંદી અને કપડા આપ્યા હતા. 2018માં તો કોમલને તેના સસરાએ તમાચો પણ માર્યો હતો.કોમલને હેરાન કરતા અલગ રહેવાનું કહેતી હતી. ત્યારે કોમલના સસરાએ કહ્યું કે અમે અમારા દીકરાને અલગ નહીં કરીશું. તમારે તમારી દીકરી લઈ જવી હોય તો લઈ જાવો. કોમલના પિતાએ એટલે સુધી કહ્યું કે નહીં ફાવતું હોય તો કોમલને ડિવોર્સ આપી દેવા. ત્યારે કોમલના સાસરિયાઓએ કહ્યું ડિવોર્સ નહીં આપશે.ત્યાર બાદ કોમલના જેઠ-જેઠાણી એક વર્ષ માટે દિલ્હી રહેવા ગયા ત્યારે ઘરમાં કોઈ હેરાનગતી ન હતી. બાદમાં પરત આવતા ઝઘડા શરૂ થતાં કોમલ ત્રસ્ત થઈને ઘર છોડીને ચાલી ગઈ હતી.ત્યારે તે અડાજણમાં સ્વામીનારાયણ મંદિરમાં મળી હતી.આઠેક મહિના પહેલા આશિષે સસરા પાસે 5 લાખ માંગ્યા હતા.15 ઓગસ્ટના રોજ કોમલ અને તેની જેઠાણી વચ્ચે ઝઘડો થતા જેઠાણીએ કોમલની હાથની આંગળી મોચવી નાખી હતી.18 મી તારીખે બપોરે સાડા ત્રણ વાગે કોમલે આશિષને ફોન કરીને કહ્યું કે મને માફ કરજો હું જાવું છું. ત્યાર બાદ કોમલે આત્મહત્યા કરી લીધી.

અન્ય સમાચારો પણ છે...