તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રૂદરપુરામાં મહિલાની હત્યામાં પતિ જ હત્યારો નીકળ્યો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં મહિલાની હત્યામાં પતિ જ હત્યારો નીકળ્યો છે. અઠવા પોલીસે હત્યારા પતિ દેવેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી છે. મહિલાના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યું કે વર્ષ 2015માં લગ્ન થયા હતા. દોઢ વર્ષ દીકરીને સારી રીતે રાખી પછી દેવેન્દ્રે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પતિએ દહેજમાં બાઇક અને ઘરેણાં માંગતો હતો.

અગાઉ દંપતી વચ્ચે વતનમાં ઝઘડો પણ થયો હતો. જેમાં મૃતક મહિલાએ યુપીના માધવપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પછી બન્ને વચ્ચે સમાધાન થયું હતું. પિતા પોતે એક મહિના પહેલા જાન્યુઆરીમાં દીકરીને સુરત પતિના ઘરે મુકી ગયા હતા. પતિએ નિવેદનમાં એવુ રટણ કર્યુ કે અમારો કોઈ દિવસ ઝઘડો થયો નથી, મૃતકના પિતા આવ્યા પછી હત્યારા પતિનો પાપનો ઘડો ફુટી ગયો હતો. હત્યાના એક દિવસ પહેલા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો