તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્નીએ વતનમાં આપઘાત કર્યાની જાણ થયાના બે કલાકમાં સુરતમાં પતિએ ફાંસો ખાધો, બંનેએ મોત પહેલાં 40 મિનિટ વાત કરી હતી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર પ્રદીપ અને રીતુની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આપઘાત કરનાર પ્રદીપ અને રીતુની ફાઈલ તસવીર.
  • આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા

સુરત શહેરના પાંડેસરામાં વતનમાં પત્નીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થયાના બે કલાકમાં જ પતિએ હાથ કાપી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પ્રદીપે 40 મિનિટ પત્ની રીતુ સાથે વાત કર્યા બાદ રીતુએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે પ્રદીપના આપઘાત બાદ તપાસ હાથ ધરી છે

લગ્ન બાદ પતિ સુરત પરત આવ્યો હતો
ગુરુદત્ત શુકલા (મૃતક પ્રદીપના મામા) એ જણાવ્યુ હતું કે, 6 વર્ષથી પ્રદીપ તેમની સાથે રહી સાડીની દુકાનમાં કામ કરતો હતો. બે મહિના પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. પત્ની રીતુ વતન યુપી અલ્હાબાદ પરિવાર સાથે રહેતી હતી. 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન બાદ પ્રદીપ 16 જાન્યુઆરી 2021ના રોજ સુરત પરત ફર્યો હતો.

આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન થયા હતા.
આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન થયા હતા.

પતિ સાથે સવારે વાત બાદ પત્નીનો આપઘાત
મૃતકના મામાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે પત્ની રીતુ સાથે પતિ પ્રદીપે 40 મિનિટ ફોન પર વાત કરી હતી. ત્યારબાદ પત્નીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાના સમાચાર મળતા જ પ્રદીપ બે કલાકના સમય ગાળામાં જ તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આજે સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રદીપે પોતાના જ રૂમમાં હાથ કાપી ફાંસો ખાઈ લીધો.
પ્રદીપે પોતાના જ રૂમમાં હાથ કાપી ફાંસો ખાઈ લીધો.

પત્નીના આપઘાતની ટેલિફોનિક જાણ બાદ પતિનો આપઘાત
પોલીસે જણાવ્યું હતું કે, પત્નીએ વતનમાં ફાંસો ખાઈ લીધો હોવાની ટેલિફોનિક જાણ થતા જ પ્રદીપે પણ પોતાના જ રૂમમાં હાથ કાપી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન છે. પ્રદીપ રીંગરોડ કાપડ માર્કેટની સાડીની દુકાનમાં કામ કરતો હતો. પાંડેસરા તેરે નામ ચોકડી મહાલક્ષ્મીનગરમાં બનેલી ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પત્નીએ વતનમાં ફાંસો ખાઈ લીધો.
પત્નીએ વતનમાં ફાંસો ખાઈ લીધો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો