• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Husband Said I Want To Get Married Again, If You Want To Die, Die And The Wife Committed Suicide In The Bathroom.

આપઘાતની દુષ્પ્રેરણા:સુરતમાં પતિએ કહ્યું- મારે બીજા લગ્ન કરવા છે, તારે મરવું હોય તો મરી જા અને પત્નીએ બાથરૂમમાં આપઘાત કરી લીધો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પતિ દ્વારા કરાતા ત્રાસથી કંટાળી પત્નીએ આત્મહત્યા કરી લીધી

સુરતના બમરોલીમાં પરિણીતાએ પતિના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. પરિણીતાનઆ આપઘાતના કેસમાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પતિએ પત્નીને કહ્યું હતું કે, મારે બીજા લગ્ન કરવા છે તારે મરવું હોય તો મરી જા. પતિ દ્વારા કરાતા ત્રાસથી કંટાળી પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
બમરોલી રોડ પર આવેલા હરિઓમ નગર ખાતે રહેતા હરેન્દ્રસિંગ જનાર્દન સિંગ કુશવાહની 27 વર્ષીય પત્ની મોનીબેને બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતક મોનીબેનને આપઘાત કરવા પતિએ મજબૂર કરી હોય તેવી ફરિયાદ મૃતકના પિતાએ પાંડેસરા પોલીસમાં નોંધાવી છે.

લગ્નના અઢી મહિનામાં જીવન ટૂંકાવ્યું
મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હરેન્દ્ર સાથે મોનીના લગ્ન જાન્યુઆરી 2022માં થયા હતા. લગ્નના થોડા દિવસ બાદથી પતિ મોનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિ કહેતો હતો કે, મારે બીજા લગ્ન કરવા જ છે તારે મરવું હોય તો મરી જા. પતિના ત્રાસથી કંટાળેલી મોનીએ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાંડેસરા પોલીસ પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.