તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોડીબંગલાની ઘટના:પતિએ બીજા લગ્ન કર્યા, પ્રથમ પત્નીનું ગળુ દબાવી માર માર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર કંકાસમાં પત્ની પિયર જતી રહી, પહેલી પત્નીની પરવાનગી વિના બીજા લગ્ન કર્યા

પ્રથમ પત્નીની પરવાનગી વિના બીજા લગ્ન કરતા થયેલા ઝઘડામાં પતિએ પ્રથમ પત્નીનું ગળુ દબાવી દઇ માર માર્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. બંને પક્ષોએ લાલગેટ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. હોડીબંગલા બોમ્બેવાલા બિલ્ડિંગમાં રહેતા જાવીદ અબ્દુલ અઝીઝ શેખ (ઉ‌વ.30)ના લગ્ન 2018માં નાનપુરાની રૂકશાના (નામ બદલ્યું છે) સાથે થયા હતા. થોડા દિવસો બાદ ઘરકંકાસ વધતા રૂકશાના પિયરં આવી ગઇ હતી.

​​​​​​​છેલ્લા બે વર્ષથી તે પિયરમાં રહે છે. જાવીદે પ્રથમ પત્નીની પરવાનગી વીના બીજા લગ્ન કરી લેતા શનિવારે રૂકશાના તેના 3 ભાઇ અને કાકીસાથે પતિના ત્યાં ગઇ હતી. જ્યાં તેણીએ ઝઘડો કરી પતિ સામે ચપ્પુ ફેંક્યું હતું. જાવીદે રૂકસાનાનું ગળુ દબાવી દઇને મારમાર્યો હતો. દરમિયાનમાં દોડી આવેલા તેણીના ભાઇએ પણ જાવીદને મારમાર્યો હતો. બનાવ અંગે બંને પક્ષે લાલગેટ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો