તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોટા અવાજે બુલેટ ચલાવનારને ઠપકો આપતા ઘરમાં તોડફોડ કરી

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાપોદ્રામાં રહેતો ગોપાલ ઉર્ફે સંજય વલ્લભ જાવીયા રવિવારે રાત્રે બજરંગનગર સોસાયટી પાસેથી જોરમાં અવાજ કરી બુલેટ ચલાવતો હતો. ત્યારે બે-ત્રણ લોકોએ ઠપકો આપ્યો હતો. રાત્રે અંધારૂ હોવાથી કોણે ઠપકો આપ્યો તેનો પુરો ખ્યાલ ગોપાલને આવ્યો ન હતો.

સોમવારે રાત્રે ગોપાલ તેના સાગરીતો સાથે સોસાયટીમાં આવ્યો હતો.જયરાજ બહાદુર માંજરિયાના ઘરમાં ઘુસીને તેની સાથે ઝગડો કરી ગાળો આપીને ઘરમાંથી બહાર કાઢીને તે બઘાને ઘરમાં સંતાડી રાખ્યા છે કહીને લોખંડના પાઈપ અને લાકડાના ફટકાથી માર માર્યો હતો. ત્યાર પછી ધમકી આપીને નાસી ગયા હતા. ત્યાં જ રહેતા મંગળુભાઈએ જયરાજને જણાવ્યું હતું કે તેના ઘરમાં પણ ગોપાલ તેના સાગરિતો સાથે આવીને ઘરમાં તોડફોડ કરી હતી. જયરાજે આરોપી ગોપાલ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો