તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઉમરપાડામાં 2.5 ઇંચ વરસાદ

સુરત, વલસાડ, નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડ જિલ્લામાં માત્ર ઝાપટાં પડ્યા
  • ડોલવણમાં 2 ઈંચ, નવસારીમાં સવા બે ઈંચ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સિવાય તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 2.5 ઈંચ ખાબક્યો હતો.બારડોલીમાં 7 મિમી, ચોર્યાસી 3 મિમી, કામરેજ 36 મિમી, મહુવા 50 મિમી, માંડવી 10 મિમી, માંગરોળ 58 મિમી, પલસાણા 3 મિમી, ઉમરપાડા 62 મિમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવણમાં 2 અને સોનગઢમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારી અને જલાલપોર તાલુકામાં અનુક્રમે સવા બે અને પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીના ચીખલીમાં 7 મિમી ખેરગામમાં 1 મિમી અને વાંસદામાં 2 મિમી વરસાદ પડ્યો હતો.

વરસાદના કારણે મોડેથી રોપણી કરેલા ડાંગરના પાકને નુક્શાન થયું હતું.નવસારી શહેરમાં રાત્રિએ પડેલા વરસાદથી સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરનાળામાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ હતી. વલસાડ, વાપી અને પારડી તાલકામાં હળવા ઝાપટાં પડ્યા હતા. જ્યારે ધરમપુર તાલુકામાં સવારે 6 થી 8 દરમિયાન 2 મિમી અને કપરાડામાં સાંજે 6થી 8 દરમિયાન 4 મિમી વરસાદ નોંધાયો હતો. હાલે ખેડૂતો આંબાવાડીઓમાં સુરક્ષિત રહેલા કેરીના પાકને બેડવાની કામગીરીમાં જોતરાયેલા હતા ત્યારે હળવા વરસાદે ચિંતા વધારી દીધી હતી.જો કે ભારે વરસાદ ન થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...