તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Highest Number Of 1,73,515 Voters Out Of Total 165 Polling Stations In Ward No. 2 In Surat Municipality, The Lowest Number Of 84,646 Voters In Ward No 15

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના આંકડા:સુરત પાલિકામાં વોર્ડ નં-2માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 1,73,515 મતદારો, સૌથી ઓછા વોર્ડ નં-15 માં 84,646 મતદારો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ઓબ્ઝર્વર રાકેશ શંકરે માર્ગદર્શન આપ્યું હતું. - Divya Bhaskar
કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ઓબ્ઝર્વર રાકેશ શંકરે માર્ગદર્શન આપ્યું હતું.
  • કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદારોની સલામતીને અનુલક્ષીને સુરક્ષિત રીતે મતદાન કરાવાશે

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી આગામી તા.21 અને 28 ફેબ્રુ.ના રોજ યોજાશે. તા.21મી ફેબ્રુ.એ સવારના 7 થી સાંજના 6 કલાક દરમિયાન સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં 1817238 પુરૂષ અને 1470999 સ્ત્રી મતદારો મળી કુલ 3288352 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. વોર્ડનં. 2માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 173515મતદારો નોંધાયા છે, જેમાં મતદાન મથક દીઠ સરેરાશ 1052 મતદારો થાય છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નં.15 માં 84646 મતદારો છે. આ વોર્ડમાં મતદાન મથક દીઠ સરેરાશ 1008 મતદારો થાય છે.

કોવિડની ગાઈડલાઈનનું પાલન થશે
કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ઓબ્ઝર્વર રાકેશ શંકરે જણાવ્યું કે, કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદારોની સલામતીને અનુલક્ષીને સુરક્ષિત રીતે મતદાન કરાવાશે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક મતદાનમથકો પર તકેદારીના ભાગરૂપે મતદાતાઓને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવવાની વ્યવસ્થામાં આવશે. સુરતમહાનગરપાલિકા વિસ્તાર તેમજ તમામ તાલુકામાં રિસીવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો, ચૂંટણી પ્રક્રિયાની તાલીમ, માનવહરોળનું મેનેજમેન્ટ, સ્મુધ એન્ટ્રી અને સ્મુધ એક્ઝિટ અંગેની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. તાલુકાઓમાં ઉપલબ્ધ ઈવીએમ, વાહનો, મટિરીયલ મેનેજમેન્ટ, સ્વીપની કામગીરીની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતાં.

રાકેશ શંકરે તમામ સ્ટાફને તાલીમબદ્ધ કરવા સાથે આર.ઓ.તાલીમનું નેતૃત્વ કરી પ્રોત્સાહિત કરે એમ જણાવ્યું
રાકેશ શંકરે તમામ સ્ટાફને તાલીમબદ્ધ કરવા સાથે આર.ઓ.તાલીમનું નેતૃત્વ કરી પ્રોત્સાહિત કરે એમ જણાવ્યું

સેનેટાઈઝેશનની સુવિધા કરાશે
રાકેશ શંકરે ચુંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફને તાલીમબદ્ધ કરવા સાથે આર.ઓ.તાલીમનું નેતૃત્વ કરી પ્રોત્સાહિત કરે એમ જણાવ્યું હતું. મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવાંની વ્યવસ્થા કરવાંની પણ સુચનાઓ આપી હતી. તેમણે ચુંટણીની આચારસંહિતા સહિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે ચૂંટણી અધિકારીઓ, આર.ઓ. અને નોડલ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. કોરોના મહામારી વચ્ચે કોરોના માર્ગદર્શિકા અનુસાર મતદાનમથકો પર મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે, સેનિટાઈઝેશન સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ થાય તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો