ભાસ્કર વિશેષ:ટફ યોજના હેઠળ ગુજરાતમાંથી સૌથી વધુ 1664 સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ લાભ લીધો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ 2017માં ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ યોજના ચાલુ કરાઇ હતી

ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડ (ટફ ) નો સુરતના ઉદ્યોગકારો દ્વારા સૌથી વધારે લાભ લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ટફ સ્કીમ અંતર્ગત 1893 અરજીઓ કરવામાં આવી હતી. જેમાં સુરતમાંથી 1664 અરજીઓ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં અરજીઓના 362 કરોડ રૂપિયા રિફંડ થઈ ગયા છે ત્યારે સુરતમાં 354 કરોડ રૂપિયા રિફંડ થઈ ગયું છે.

દેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ અપગ્રેડ થાય અને એક્સપોર્ટ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 2017માં ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડ (ટફ) સ્કિમ ચાલુ કરવામાં આવી હતી. જેનો સુરતના ટેક્સટાઇલના ઉદ્યોગકારો દ્વારા પણ લાભ લેવામાં આવ્યો હતો. સ્થાનિક ઉદ્યોગકારોના મતે સુરતના ઉદ્યોગકારોએ સમગ્ર ભારતમાં સૌથી વધાર ટફ યોજનાનો લાભ લીધો છે.

થોડાં સમય પહેલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ટેક્ટાઈલ કમિશનર રૂપ રાશીએ પણ કહ્યું હતું કે, ‘સુરતના ઉદ્યોગકારોએ ટફ યોજનાનો લાભ સૌથી વધારે લીધો છે. જેમનું રિફંડ અટવાયું છે તેમની પણ ફાઈલ જલ્દીથી ક્લિયર કરવામાં આવશે.’

હજી 250થી 300 અરજીઓ અટકેલી છે
ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું કે, ‘સુરતે સૌથી વધારે ટફ સ્કીમનો લાભ લીધો છે. પરંતુ સુરતના હજી 250થી 300 જેટલા ઉદ્યોગકારોની અરજીઓ અટકેલી છે. અમે ટેક્સટાઈલ કમિશનર રૂપ રાશીને પુરાવા સાથે અરજી કરી છે. એટલે એ સમસ્યાનો પણ થોડાં સમયમાં ઉકેલ આવી જશે. ’

ટફ યોજનાનો ગુજરાતે આ રીતે લાભ લીધો

રિઝનઅરજીરૂપિયા(કરોડમાં)
ગુજરાત1893362 કરોડ
સુરત1664354 કરોડ

​​​​​​​

વર્ષ 2021માં આ પ્રમાણે ટફનો લાભ લીધો

રિઝનવર્ષઅરજીરૂપિયા
ગુજરાત2020912176
2021828124
સુરત2020801120
202173383

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...