કોર્ટનો નિર્ણય:જમીન સોદામાં પાવરનો દુરપયોગ, ફરિયાદ સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર સમક્ષ NRIએ જમીન ખરીદનારા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી

સુરત કલેક્ટરમાં થયેલી લેન્ડગ્રેબિંગની એક ફરિયાદમાં સોદો રદ કરવામાં બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થયાનું હાઇકોર્ટમાં ધ્યાને આવતા ફરિયાદ સામે સ્ટે આપવામાં આવ્યો છે. કામરેજમાં આવેલી બ્લોક નં. 133 અને 134વાળી જમીન એનઆરઆઈ રમેશભાઈ ખુશાલભાઈ પટેલના પરિવારની માલિકીની છે. તેમના પાવરદાર અમરતભાઈ પટેલ પાસેથી પુનાભાઈ મેરાભાઈ ચોસલા (રહે. ઉશકેર રામકુંડ, તા. માંડવી)એ ખરીદી હતી. જેના બાના પટેલે ત્રણેક લાખની રકમ પણ આપવામાં આવી હતી. અને સોદો પુરો કરવા માટે 36 મહિનાનો સમય અપાયો હતો. ત્યારબાદ રમેશભાઈ અને તેમના પરિવારમાં જમીન મામલે મતભેદ થયો હતો. પાવરદાર તરીકે રાજુ પટેલ નામની વ્યક્તિને ઉભો કરી પુનાભાઈને વેચેલી જમીનનો સોદો રદ કરવામાં આવ્યો છે તેવો લેખ તૈયાર કરાયો હતો.

આ લેખના આધારે રમેશભાઈ પટેલ દ્વારા સુરત કલેક્ટર કચેરીમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. જેની સામે પુનાભાઈએ એડવોકેટ ટર્મિશ કણિયા મારફત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાઇ હતી. પીટીશનમાં ફરિયાદને પડકારવામાં આવી હતી. કોર્ટે લેન્ડગ્રેબિંગની આ ફરિયાદની તપાસ પર સ્ટે મરફાવતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...