તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મજુરા-ચોર્યાસીના ઝિંગા તળાવો તોડવા ઉપર 23 ફેબ્રુઆરી સુધી હાઈકોર્ટનો સ્ટે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સ્થાનિકોની આજીવિકા હોવાનું જણાવીને સ્થાનિકોએ ગુજરાત હાઇકોર્ટમા પિટિશન દાખલ કરી

સુરતના મજુરા અને ચોર્યાસી તાલુકામાં દરિયા કાંઠે આવેલા ગામોમાં આવેલા ઝિંગા તળાવોના ડિમોલિશનની કામગીરી આગામી તા.23મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. સ્થાનિકોએ પોતાની આજીવિકા છીનવાઇ જવાનું જણાવીને ગુજરાત હાઇર્કોટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં થયેલી ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર તાણી દેવામાં આવેલા ઝિંગા તળાવ તોડી પાડવા માટેની કડક હાથે કામગીરી શરૂ કરી દીધી છે.

ઓલપાડ તાલુકાના મન્દ્રોઇ ગામથી ગેરકાયદેસર ઝિંગા તળાવો દુર કરવાની શરૂ થયેલી કામગીરી મજુરાના ખજોદ સામ સુધી પહોંચી છે. છેલ્લા બે દિવસથી ખજોદગામ ડાયમંડ બુર્સ પાસેના ઝિંગા તળાવો તોડવામાં આવી રહ્યા હતા. દરમિયાનમાં કાંઠા વિસ્તારના ઝિંગા ઉચ્છેરના વ્યવસાય સાથે સંકળાયેલા 6થી વધુ લોકોએ ગુજરાત હાઇર્કોટમાં પિટિશન દાખલ કરીને તળાવો તોડી નાખવાની કામગીરી અટકાવી દેવાની દાદ માંગવામાં આવી છે. હાઈકોર્ટ આ પિટીશનની સુનાવણી તા.23મી ફેબ્રુઆરીએ રાખી સુનાવણી સુધી ડિમોલેશનની કાર્યવાહી કરવા પર સ્ટે મૂક્યો છે. જોકે, ઓલપાડ તાલુકાના ઝિંગા તળાવો તોડવાની કામગીરી ચાલુ રહશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો