અપહરણ કરનાર ઝડપાયો:સુરતમાં તરુણીનું અપહરણ કરનાર વિધર્મી પાલઘરથી ઝડપાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી તરૂણીને સુરતથી રાજસ્થાન લઈ ગયો

સચીન લાજપોરમાં શ્રમ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને 50 વર્ષનો વિધર્મી આધેડ પ્રેમ જાળમાં ફસાવી અજમેર ભગાડી ગયો છે. આ વિર્ધમીને સચીન પોલીસે મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી પોલીસે દબોચી લીધો છે. સચીન પોલીસ તેનો કબજો લઈ સુરત આવી હતી.

કિશોરીને આરોપી ફરવાના બહાને અપહરણ કરી લઇ ગયો હતો. સચીન પોલીસના પીઆઈ પી.આર.દેસાઈની સૂચનાથી એએસઆઈ મુકેશ ટાંકણે અને પીતાંબર વૈકટે બાતમીને આધારે ગુરુવારે બપોરે મહારાષ્ટ્રના પાલઘર દહાણું બોરડીથી આરોપી અબ્દુલ હમીદ હાસીમ મધિ(50)ને તેની પત્નીની માસીની દીકરીના ઘરેથી પકડી પાડયો હતો. આરોપીને ઝડપી પાડવાની સાથે પોલીસે કિશોરીને આરોપીના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી.

આ અપહરણ કેસ અંગે વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી રિક્ષાચાલક અબ્દુલ હમીદ કિશોરીને ફરવાના બહાને લઈને ચાલી ગયો હતો. કિશોરીને આરોપી પહેલા પલસાણાથી બસમાં અમદાવાદ લઈ ગયો હતો અને ત્યાંથી બંને અજમેર બસમાં ગયા હતા. અજમેરમાં ફરીને આરોપી કિશોરી સાથે રાજસ્થાન બસમાં ગયો અને ત્યાંથી પાછો અમદાવાદ પરત આવ્યો હતો. અમદાવાદથી તે પાછો વડોદરા અને વડોદરાથી તે બુધવારે મોડીરાતે સુરત આવ્યો હતો અને સુરતથી તે દહાણુંની બસમાં પત્નીની માસીની દીકરીના ઘરે કિશોરી સાથે ગયો અને પોલીસે તેને પકડી લીધો હતો. ટૂંકમાં આરોપી બસમાં મુસાફરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...