તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Help Of Corontiles In Surat, On The Other Hand, Is Bothersome, If Humanity Is Found Somewhere, It Is Inertia Somewhere!

પાડોશીધર્મ:સુરતમાં કોરોન્ટાઇલ માટે મદદ તો બીજી તરફ હેરાનગતિ, ક્યાંક માનવતા જોવા મળી તો ક્યાંક જડતા!

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાડોશીઓ ક્વોરન્ટાઇલને જોઇતી ચીજવસ્તુ ઘર આંગણે મૂકી જાય છે - Divya Bhaskar
પાડોશીઓ ક્વોરન્ટાઇલને જોઇતી ચીજવસ્તુ ઘર આંગણે મૂકી જાય છે

ધિરેન્દ્ર પાટીલ, સુરતઃ લોકડાઉનની સ્થિતિમાં શહેરની કેટલીક સોસાયટીઓમાં માનવતા તો કેટલીકમાં જડતા જોવા મળી રહી છે. એક સોસાયટી એવી છે કે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયો હોઈ આજુબાજુના ઘણા લોકોને ફરજિયાત હોમ કોરોન્ટાઇલ કરાયા છે ત્યાં સોસાયટીના અન્ય લોકો તેમને જીવનજરૂરિયાતની ચીજવસ્તુ આપી જાય છે. બીજીતરફ, કેટલીક સોસાયટીઓમાં ઇમરજન્સી સમયે પણ સભ્યો મદદ કરતા ન હોવાનું ધ્યાને આવ્યું છે. આવી કેટલીક સોસાયટીઓમાં લોકડાઉનનો લોકો અતિરેક કરી રહ્યા હોવાનું પણ જોવાયું છે. 

પરવટ પાટિયામાં 21 પરિવારના 80 લોકો  હોમ કોરોન્ટાઈન છે, પાડોશીઓ  જરૂરી ચીજવસ્તુઓ ઘરઆંગણે મુકી જાય છે
પરવત પાટિયાની આ સોસાયટીના 200 પરિવારોમાંથી 21 પરિવારના 80 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે.21 પરિવારના મુખ્ય વ્યકિત આરકેટીમાં વેપાર કરે છે અથવા નોકરી કરે છે. આરકેટીના એક વૃદ્ધ વેપારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આ 21 વ્યક્તિઓ સાવચેતીના ભાગ રૂપે પોતે અને પોતાના પરિવારને હોમ ક્વોરન્ટાઈનમાં રાખ્યા છે. આ બાબતે એસએમસીને જાણ કરાઈ હતી. આ 21 પરિવારના લોકો ઓટલાથી નીચે પણ નથી ઉતરતા. તેમને કોઈ જીવનાવશક વસ્તુની જરૂરત હોય છે ત્યારે સોસા‌યટીના જ ઓળખીતા અને અડોસપડોસીઓને કહી દે છે. અડોસપડોસીઓ તે વસ્તુ લઈને આવે છે અને ક્વોરન્ટાઈન કરાલેયા ઘરની બહાર મુકી દે છે. સોસાયાટીના પ્રમુખ દામોદરભાઈ અને એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે સોસાયટીના અન્ય લોકો ક્વોરન્ટાઈન કરાયેલા લોકો સાથે ઘરની બહારથી તેમજ મોબાઇલથી નીયમીત વાત-ચીત કરે છે જેથી ક્વોરન્ટાઈન લોકો હળવાશ અનુભવે. ક્વોરન્ટાઈન કરાલેયા ઘરો બહાર દિવસે એસએમસીના ગાર્ડ હોય છે. જેઓ ક્વોરન્ટાઈનમાં નથી તેઓ પણ ઘરની બહાર માસ્ક વગર નથી નીકળતા.

ખરેખર જરૂરત છતાં સોસાયટીના પ્રમુખો બહાર નથી નીકળવા દેતા
લૉકડાઉનનો અમલ જરૂરી છે. પરંતુ અમુક એપોર્ટમેન્ટ કે સોસાયટીઓમાં આ નિયમનો વધારે પડતો અતિરેક કરાઇ રહ્યા હોવાનું જણાઇ આવ્યું છે.શાકભાજી લેવા નીકળેલા વ્યક્તિને પછી દીકરી બીમાર હોવા છતાં તેને સારવાર કરાવવા માટે  પણ સોસયટીની બહાર ન દેવાના કિસ્સા સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળી રહ્યું છેકે લોકોને જરૂરી હોય તેઓ સોસાયટીમાંથી બહાર નીકળે ત્યારે સોસાયટી પ્રમુખ સહિતના લોકો જરૂરિયાતમંદ લોકોને ચેપ લાગી જવાના ભયે બહાર નીકળવા ન દેતાં પોલીસની મદદ લેવી પડી હતી.

પ્રમુખે ગેટ ખોલ્યો નહીં
પરવત ગામમાં મિડાસ સ્ક્વેર પાછળ સુમનપ્રભાત એપાર્ટમેન્ટમાં રહેતા હરેશભાઈની પત્ની હાલ ગર્ભવતી છે.તેઓએ મદદ માટે તેમને બહેનને બોલાવી હતી ત્યારે સુમન પ્રભાત એપાર્ટમેન્ટના પ્રમુખે હરેશભાઇના બહેનને એપાર્ટમેન્ટમાં આવવા દીધી ન હતી. પાલનપુર ગામ ગૌરવપથ પર સ્તૃતિ એપ્રેટામાં રહેતા ગીરધરભાઈ શાકભાજી ખરીદવા માટે ગયા હતા. તેઓ જ્યારે શાકભાજી ખરીદીને પરત આવ્યા ત્યારે ત્યાંના પ્રમુખે ગીરધરભાઇને અંદર આવવા દીધાં ન હતાં તેમજ ગેટ પણ ખોલ્યો ન હતો.

દીકરીની સારવાર માટે બહાર જવા ન દીધા
આવી જ એક અન્ય ઘટનામાં ડુંભાલમાં રહેતા સૈયદ અલીની દીકરી બિમાર હતી. તેને દીકરીને સારવાર માટે લઈ જવાનું હતું. પરંતુ સોસાયટીના પ્રમુખે લૉકડાઉનનું કારણ આગળ ધરીને સૈયદ અલીને તેની દીકરીની સારવાર માટે પણ બહાર જવા દીધો ન હતો. તમામ પ્રકરણમાં આ લોકોએ પોલીસને ફોન કરીને મદદ માંગી હતી. પોલીસ જગ્યા પર આવીને સોસાયટીના પ્રમુખને સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...