વેધર:કાલથી ગરમી વધશે,પારો 40 ડિગ્રી જવાની સંભાવના

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપમાન 32.8 ડિગ્રી, આજે 34 ડિગ્રી ગરમી રહેશે

શહેરમાં દરિયાઇ ભેજવાળા પવનોનું જોર યથાવત હોવાથી રવિવારે ગરમીનો પારો 33 ડિગ્રી નજીક રહ્યો હતો. આવતીકાલે સોમવારે ગરમીનો પારો 34 ડિગ્રીની આસપાસ રહેશે ત્યારબાદ 19 એપ્રિલ મંગળવારથી ગરમીનું પ્રમાણ વધશે. પવનની દિશા પણ બદલાશે અને ઉત્તર દિશાથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનોનું જોર વધશે. જેના કારણે આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3થી 7 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થઇ શકે છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ 25.8 ડિગ્રી હતું.

શનિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રી અને લઘુત્તમમાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 82 ટકા અને સાંજે 69 ટકા હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 11 કિમીની ગતિએ પવન ફૂંકાયો હતો. એપ્રિલમાં તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી જાય છે. પણ ચાલુ સિઝનમાં પારો 40.8 ડિગ્રી ઉપર ગયો નથી.

અન્ય સમાચારો પણ છે...